
- હાલમાં હવામાનનું એવું ચક્ર ચાલે છે કે, અઠવાડિયું સુધી અસહ્ય ગરમી પડયા બાદ ઠંડા પવનો ફૂંકાતા તાપમાન ઘટે છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 31 માર્ચ 2019, રવિવાર
સુરત શહેરમાં બપોર સુધી બળબળતો તાપ પડતા તાપમાન ૩૯.૪ ડિગ્રી નોંધાયા બાદ એકાએક હવામાનમાં પલ્ટો આવતા ભેજવાળા પવન ફુંકાતા તાપમાનમાં સડસડાટ પાંચ ડિગ્રીનો ધટાડો થતાં બપોર સુધી અસહ્ય ગરમી અનુભવતા શહેરીજનોએ બપોર પછી ઠંડક માણી હતી.
રવિવારે સવારથી આકાશમાં સૂર્યદેવતા ચમકતા રહેતા અસહ્ય ગરમી અને ઉકળાટથી શહેરીજનો તોબા પોકારી ઉઠયા હતા. તાપમાન જોતા શહેરીજનો રવિવારે ઘરમાં જ વિતાવવો પડશ એવુ અનુમાન લગાવી રહ્યા હતા. પરંતુ બપોર પછી હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો અને દરિયા પરના ભેજવાળા પવન ફુંકાતા બપોર સુધી જે ગરમ લૂં ફુંકાતી હતી તેમાં આશ્વર્યજનક ફેરફાર સાથે બપોર પછી ઠંડી હવા ફુંકાતા શહેરીજનો ખુશ થઇ ગયા હતા. બપોર સુધી સુરત શહેરનું તાપમાન ૩૯.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું.
જોકે, બપોર પછી શહેરનું તાપમાન ૩૪.૮ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા, હવાનું દબાણ ૧૦૦૮.૪ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૮ કિ.મીની ઝડપે પવન વાયા હતા. એક જ દિવસમાં હવામાનમાં ફેરફાર અંગે હવામાન અભ્યાસું જણાવે છે કે, ઉનાળાની શરૂઆત સાથે શહેરમાં પવન ફુંકાય છે, તે જમીન પરથી આવતા ગરમ પવન હોય છે.
આથી ગરમ લૂં વાય છે. જયારે અન્ય ઋતુમાં દરિયાપરના ભેજવાળા ઠંડા પવન ફુંકાતા હોવાથી ગરમીથી રાહત આપે છે. હાલમાં હવામાનનું એવુ ચક્ર ચાલે છે કે અઠવાડિયું કે દસ દિવસ અસહ્ય ગરમી પડે છે અને વળી બ્રેક પાડીને ઠંડો પવન ફુંકાતા તાપમાન ઘટે છે. આ ચક્રના કારણે હવામાનમાં પલ્ટો આવે છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Urdc56
No comments:
Post a Comment