એપ્રિલ માસમાં આ રાશિના જાતકોને થશે અઢળક લાભ, ભાગ્ય દેશે સાથ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

એપ્રિલ માસમાં આ રાશિના જાતકોને થશે અઢળક લાભ, ભાગ્ય દેશે સાથ


અમદાવાદ, 1 એપ્રિલ 2019, સોમવાર

એપ્રિલ માસની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનામાં બારમાંથી કેટલીક રાશિ માટે શુભ સમય આવશે. તો ચાલો જાણીએ કે એપ્રિલ માસ કઈ કઈ રાશિ માટે લાભ લઈને આવ્યો છે અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.

મેષ

આ સમય શુભતા વધારશે. ભાગ્ય પ્રબળ થશે અને શ્રમનું ફળ પણ મળશે. આ દિવસો દરમિયાન વિશ્વાસ પ્રબળ થશે અને યાત્રાની તક સર્જાશે. આ માસ દરમિયાન સંબંધો મજબૂત બનશે અને જીવનમાં પ્રિય લોકોનું આગમન થશે. 

વૃષભ

ધર્મ, ધૈર્ય અને સંયમ સાથે આગળ વધતા રહો. ગંભીર વિષયોમાં રુચિ વધશે. કામકાજમાં શુભતા વધશે. મહત્વના કાર્યો તુરંત શરૂ કરી દેવા અને તેને પૂર્ણ કરી લેવા. ન્યાયિક વિષયોમાં સફળતા પ્રાપ્ત થશે.

મિથુન

લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહાયક સમય છે. યોજનાઓ પર અમલ શરૂ કરી દો. વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી ઉપલબ્ધિ અર્જિત કરી શકશે. શરૂઆતમાં કાર્યગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. મહિનાના ઉત્તરાર્ધમાં લાભ થશે નિસંકોચ આગળ વધતા રહો.

કર્ક

આ માસ દરમિયાન આત્મવિશ્વાસ અને આસ્થાથી બધું જ શક્ય બનશે. ભાગ્યની પ્રબળતા જળવાઈ રહેશે. ધર્મમાં રુચિ વધશે. યાત્રાની તક સર્જાશે. અવરોધો પર ધ્યાન આપવું નહીં. મહેનત કરશો તો તેનું ફળ અચૂક મળશે. ઠગ લોકોથી સાવધાન રહેવું. મહત્વના કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા. 

સિંહ

મિત્રોનો સાથ અને વિશ્વાસ પ્રાપ્ત કરશો. પરીક્ષામાં સફળ થશો અને પ્રિયજનો તરફથી ભેટ મળશે. ભાગ્યની પ્રબળતાના કારણે મહત્વપૂર્ણ કાર્યોમાં પ્રગતિ થશે. 

કન્યા

આ માસ દરમિયાન સરળતા અને સહજતાથી આગળ ચાલવું. અતિ ઉત્સાહ અને ઉતાવળમાં કાર્ય ખરાબ થઈ શકે છે. આ માસ દરમિયાન સ્થાનાંતરણના યોગ સર્જાઈ શકે છે. જમીન, મકાનના મામલે ધૈર્ય રાખવું. નિયમ અને અનુશાસન પર જ ચાલવું હિતાવહ છે. 

તુલા

આ માસ દરમિયાન સાહસ કરી આગળ વધશો તો સફળતા જરૂર મળશે. પૂર્વાર્ધમાં કર્મઠતાથી લાભ મળશે. શાંતિ જાળવવી. આ માસ દરમિયાન મિત્રોનો સહયોગ મળશે અને દાંપત્યજીવન પણ સુધરશે. 

વૃશ્ચિક

અન્યનું માન જાળવવું અને લોકોનો આદર કરવો. લોકોનું ઘરમાં આગમન થશે. ઉત્સવોનું આયોજન થઈ શકે છે અને કૌટુંબિક બાબતો આગળ વધી શકે છે. 

ધન

મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે. લોકોની અપેક્ષા પર પોતાને સાબિત કરી શકશો. લોકો તરફથી માન સન્માન મળશે. મિત્રોનો સહયોગ મળશે અને પ્રતિસ્પર્ધામાં સફળતા મળશે. 

મકર

અતિઉત્સાહમાં કોઈ ભુલ થઈ શકે છે. આ માસ દરમિયાન જોખમ લેવાનું ટાળજો. નિયમ અને અનુસાશન પર ચાલવું. સંબંધોમાં એકબીજાનું માન જાળવવું. બજેટ પર ખાસ ધ્યાન આપવું. 

કુંભ

લાભ પર ધ્યાન કેન્દ્રિત કરો. આર્થિક યોજનાઓમાં લાભ થશે. કાર્યક્ષેત્રને સમય ફાળવો. મહેમાનોનું આગમન થઈ શકે છે. મહત્વપૂર્ણ સમાચાર આ માસ દરમિયાન મળી શકે છે. ભાઈ બહેન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. 

મીન

પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા પર જ ધ્યાન આપવું. માન સમ્માન વધશે અને પૈતૃક બાબતોમાં સફળતા મળશે. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ut2WcE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages