1 એપ્રિલ 2019: શું કહે છે તમારી રાશિ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

1 એપ્રિલ 2019: શું કહે છે તમારી રાશિ?


અમદાવાદ, તા. 1 એપ્રિલ 2019, સોમવાર

મેષ: હસી મજાકના એપ્રીલ મહિનાના પ્રથમ દિવસે નોકરી-ધંધામાં, સંતાનના કામની વ્યસ્તતા રહે. પરંતુ બારસ વૃધ્ધિતિથિ છે તેથી ધંધામાં સંભાળવું.

વૃષભ: હસી-મજાકનો દિવસ વાતવાતમાં તકલીફવાળો બને નહીં તેની તકેદારી રાખવી. નોકરી, ધંધાના કામ ઉકેલવામાં સાનુકૂળતા, હળવાશ રહે.

મિથુન: આજે બારસ વૃધ્ધિતિથિ છે, હસી-મજાકનો દિવસ છે તેથી યાત્રા-પ્રવાસ, મીલન-મુલાકાત, ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

કર્ક: હસીમજાકના એપ્રીલ મહિનાના પ્રથમ દિવસે આપને શાંતિ-રાહત જણાય નહીં.  હસી-મજાકમાં, લાપરવાહીમાં દિવસ તકલીફવાળો રહે.

સિંહ: હસી-મજાકના દિવસે સગાસંબંધી-મિત્રવર્ગના, નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર તાજા થાય, આનંદ રહે. ધર્મકાર્ય થાય. રોજીંદું કામ થાય.

કન્યા: ગુરૂ ગ્રહની પ્રતિકૂળતા તેમજ શનિની પનોતીની અસરના લીધે નાણાંકીય પ્રશ્ને, બેંકના પ્રશ્ને, નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા રહે.

તુલા: પુત્રપૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે પરંતુ પોતાના આરોગ્યની બાબતમાં, નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-તકલીફ પડે.

વૃશ્ચિક: એપ્રીલ મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. નવા-જુના  કામ ઉકેલવામાં સાનુકૂળતા પરંતુ ખર્ચ થાય.

ધન: આજે બારસ વૃધ્ધિતિથિ છે તેમ છતાં નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય, આવકથી, ધંધાથી હળવાશ રહે.

મકર: હસી-મજાકના એપ્રીલ મહિનાના પ્રથમ દિવસે આનંદથી નોકરી-ધંધાનું તેમજ પુત્રપૌત્રાદિક-પરિવારનું કામ કરી શકો.

કુંભ: નોકરી-ધંધાના કામમાં આજે વિચારોની દ્વિધા-માનસિક પરિતાપ રહે. અન્યના કારણે  આપને  શાંતિ-રાહત જણાય નહીં.

મીન: આજે બારસ વૃધ્ધિતિથિ છે. ભાગવત એકાદશી છે તેથી ધર્મકાર્યથી આનંદ, હળવાશ રહે. નોકરી-ધંધાનું, પરિવારનું કામ થાય.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૂ થતા જન્મવર્ષના પ્રારંભમાં પુત્રપૌત્રાદિકના કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. નોકરી, ધંધાના કામમાં આવક થાય. હળવાશ, રાહત અનુભવતા જાવ.

વિશેષમાં 

નોકરી-ધંધો

નોકરી, ધંધામાં વર્ષારંભે સાનુકૂળતા રહે. ફસાયેલા નાણાં છુટા થાય. આવક થાય.  સીઝનલ કામ, આવક થઇ શકે.

પત્ની-સંતાન

જન્મવર્ષના પ્રથમ મહિના દરમ્યાન પત્ની, સંતાનના કામ ઉકેલાય. હળવાશ-રાહત અનુભવતા જાવ. અવિવાહિતને વિવાહ-લગ્નની વાતચીત-સંજોગો સર્જાય.

સરકારી-રાજકીય પ્રતિકૂળતા

સરકારી, રાજકીય કામમાં પ્રતિકૂળતા રહે. સંબંધ-વ્યવહારમાં તકલીફ પડે. કડવા અનુભવ થાય.

આરોગ્ય

વડીલવર્ગના આરોગ્ય અંગે, પોતાના આરોગ્ય અંગે જન્મવર્ષના પ્રારંભે 45 દિવસ સંભાળવા પડે. વાહન ધીમે ચલાવવું. વિવાદમાં તબિયત બગડે નહીં તેનું ધ્યાન રાખવું.



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JXrvKK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages