શ્રીરામ પહેલા આ દેવતાઓની કૃપાથી હનુમાનજી બન્યા પરમ શક્તિશાળી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

શ્રીરામ પહેલા આ દેવતાઓની કૃપાથી હનુમાનજી બન્યા પરમ શક્તિશાળી


અમદાવાદ, 1 એપ્રિલ 2019, સોમવાર

શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી આજે પણ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે પણ ભક્ત તેમને બોલાવે છે ત્યારે તેઓ તુરંત મદદ માટે દોડી આવે છે. હનુમાનજી સૌથી વધારે શક્તિશાળી અને અજય છે. તેમની શક્તિઓ અપાર છે. પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીની આ શક્તિઓનું કારણ શું છે ? હનુમાનજીની અપાર શક્તિનું કારણ સ્વર્ગલોકના દેવતાઓ છે. તેમની જે શક્તિઓ છે તે તેમને અલગ અલગ દેવતાઓ તરફથી વરદાન તરીકે પ્રાપ્ત થઈ છે. 

હનુમાનજીના માતા અંજના દેવી સ્વર્ગની અપ્સરા હતા. તેમને બ્રહ્માજીએ વાનર બનવાનો શ્રાપ આપ્યો હતો. જ્યારે અંજનાએ ક્ષમા યાચના કરી ત્યારે ભગવાને તેમને કહ્યું કે જ્યારે તે એક વાનરને જન્મ આપશે ત્યારબાદ તે તેના મૂળ સ્વરૂપમાં આવી જશે સાથે જ બ્રહ્માજીએ વરદાન આપ્યું કે તેનું સંતાન બ્રહ્માંડમાં પ્રિય થશે. અંજના માતાએ હનુમાનજીને જન્મ આપ્યો, એક દિવસ હનુમાનજી સૂર્યને ફળ સમજી તેને ખાવા માટે જવા લાગ્યા. હનુમાનજીને આમ કરવાથી રોકવા માટે ઈંદ્રએ તેમના પર વજ્રથી પ્રહાર કર્યો. આ ઘાથી હનુમાનજી ઘાયલ થયા અને તેઓ બેભાન થઈ ગયા. 

આ વાતથી ક્રોધિત થઈ હનુમાજીના પિતા વાયુદેવએ પોતાનો પ્રવાહ અટકાવી દીધો. હવા વિના ચોતરફ હાહાકાર થવા લાગ્યો અને પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ ગયું. વાયુદેવના ક્રોધને શાંત કરવા અને બેભાન હનુમાનને ભાનમાં લાવવા માટે દેવલોકના તમામ દેવતાઓ એકત્ર થયા. તમામ દેવતાઓએ હનુમાનજીને એક એક વરદાન આપ્યું. 

- બ્રહ્માજીએ વરદાન આપ્યું કે કોઈ હથિયાર તેમને નુકસાન નહીં પહોંચાડી શકે અને તે સ્વરૂપ બદલી એક પળમાં ક્યાંય પણ પહોંચી શકશે.

- ઈંદ્રએ વરદાન આપ્યું કે હનુમાનજીનું શરીર વજ્ર સમાન મજબૂત થઈ જશે અને તે સૌથી વધારે શક્તિશાળી બનશે.

- વરુણ દેવએ તેમને પાણી અને અગ્નિથી સુરક્ષાનું વરદાન આપ્યું.

- ભગવાન યમએ તેમને અમરતાનું વરદાન આપ્યું હતું.

- સૂર્ય ભગવાનએ તેમને ઈચ્છા અનુસાર આકાર ધારણ કરવાના આશીર્વાદ આપ્યા.

- વિશ્વકર્માએ તેમને સુરક્ષા પ્રદાન કરવાનું વર આપ્યું.




from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K0TpFN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages