આલિયા ભટ્ટ ઝપાટાભેર ફિલ્મો સાઇન કરી રહી છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

આલિયા ભટ્ટ ઝપાટાભેર ફિલ્મો સાઇન કરી રહી છે

(પ્રતિનિધિ દ્વારા)        મુંબઇ,તા.31 માર્ચ 2019,રવિવાર

આલિયા ભટ્ટ એક પછી એક ફિલ્મો સાઇન કરતી જાય છે. લોકો મુંઝવણમાં પડી ગયા  છે  કે, આલિયા કઇ રીતે તારીખોનું એડજેસ્ટમેન્ટ કરશે. પરંતુ આલિયાને આ બાબતે કોઇ ચિંતા કે ફીકર નથી. તે મોટા ભાગની ફિલ્મો કરણ જોહરના પ્રોડકશન હાઉસ સાથે કરી રહી હોવાથી તેઓ જ આલિયાના શેડયુલ પર નજર રાખશે.

આલિયા હાલ નવી દિલ્હીમાં રાજમોલીની ફિલ્મ ' આરઆરઆર'નું શૂટિંગ કરી રહી છે. તેના અતિ વ્યસ્ત શેડયુલ હોવા છતાં 'મસાન'ના દિગ્દર્શક નીરજે તેનો આગામી ફિલ્મ  અરુણિમા સિન્હાં માટે તેને સાઇન કરી છે. આલિયા પોતાના વ્યસ્ત શેડયુમાં કઇ રીતે તારીખોનો મેળ પાડશે, તે લોકો વિચારી રહ્યા છે. પરંતુ જાણકારનું કહેવું છે કે, આલિયાની મોટા ભાગની ફિલ્મો કરણ જોહરના નિર્માણ હાઉસ સાથેની છે.

 તેથી તેઓ આલિયાની તારીખો પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

આલિયા પાસે ' આરઆરઆર,ઇન્શાઅલ્લાહ, તખ્ત અને બ્રહ્મશૂત્ર જેવી ફિલ્મો છે. હવે તે અરુણિમા સિંહાની બાયોપિકમાં પણ કામ કરશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WvZifq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages