મહિલાઓ દ્વારા ટ્રેન રોકો બાદ ચેરકારના પાંચ કોચ તત્કાલ બદલાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

મહિલાઓ દ્વારા ટ્રેન રોકો બાદ ચેરકારના પાંચ કોચ તત્કાલ બદલાયા


- પ્રવાસીઓમાં ખુશાલીઃ મહિલાઓ પ્રવાસીઓની મુશ્કેલી જાણવા મહિલા અધિકારીઓએ ટ્રેનમાં પ્રવાસ કરી સુપરવિઝન કર્યું

પ્રતિનિધિ દ્વારા સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરુવાર

વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન (૧૨૯૨૯)માં પશ્ચિમ રેલવેએ ચેરકારના પાંચ કાચ બદલી આપતા પ્રવાસીઓને આજે બહુ મોટી રાહત મળી હતી. નવસારી રેલવે સ્ટેશને ગઈકાલે સવારે પ્રવાસીઓએ ટ્રેન રોકીને મચાવેલી ધમાલ બાદ રેલ્વેએ તાત્કાલિક ધોરણે ચેરકાર હટાવીને જનરલ કોચ જોડવાનું નક્કી કર્યું હતું અને આજે તેનો અમલ પણ કરી દીધો હતો. ઇન્ટરસિટી ટ્રેનના પ્રવાસીઓ આજે ખુશખુશાલ હતા.

 રેલ્વે પ્રવાસીઓમાં આજે ગતરોજની ઘટનાની ચર્ચાઓ સવારથી ચાલી હતી.આજે બીજા દિવસે પણ કશીક નવાજૂની થવાની આશંકાઓ તો હતી.પણ, રેલવે પ્રશાસને  પ્રવાસીઓના આક્રોશને સમજી લઈને ચેરકારના પાંચ કોચ બદલી કાઢવાનો નિર્ણય કરીને એનો અમલ કરી દીધો હોવાથી આજે કશી નવાજૂની થઈ નહોતી. ઇન્ટરસિટીના કોચ એલએલબીના હોવાથી છેલ્લા થોડા દિવસથી પ્રવાસીઓમાં આક્રોશ હતો અને આનો વિરોધ પણ થઇ રહ્યો હતો.

દરમિયાનમાં, આજે સવારે વલસાડ ટ્રેન ઉપડી ત્યારે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ ટ્રેનમાં સાથે રહ્યા હતા. પાંચ કોચ બદલી આપવામાં આવ્યા હોવા છતાં, પ્રવાસીઓ આજે કશોક પ્રતિભાવ આપે છે કે કેમ એ જોવા-જાણવા માટે જ અધિકારીઓ જોડાયા હતા. જોકે ગઈકાલની ઘટનાથી રેલવે અધિકારીઓ ખુબ જ નારાજ હતા એમ સૂત્રોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

ગતરોજ વિરોધ કરવામાં મહિલા પ્રવાસીઓએ આગળ પડતો ભાગ ભજવ્યો હોવાથી,તેઓની મુશ્કેલી ખરેખર શું છે એ જાણવા માટે મહિલા અધિકારીઓ પણ આજે ટ્રેનમાં સુપરવિઝન માટે નીકળી હતી. આ સાથે ફર્સ્ટ ક્લાસના કોચમાં જનરલ કલાસની મહિલાઓ પ્રવાસ કરતી હોય તો તેમની ટીકીટ ચેક કરીને પેનલ્ટી વસૂલવાની તાકીદ પણ ટીસીને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, કેટલી મહિલા પ્રવાસીઓને આજે દંડવામાં આવ્યા હતા તે જાણી શકાયું નથી.

તબક્કાવાર રીતે બીજા કોચ પણ બદલાશે

એલએચબી કોચના સ્થાને જનરલ કોચ આપવામાં આવે એવી માગણીને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસને કોચ બદલવાનું શરુ કરી દીધું છે. આગામી દિવસોમાં તબક્કાવાર બીજા કોચ બદલી આપવામાં આવશે એવી ખાતરી ઝેડઆરયુસીસી મેમ્બર રાકેશ શાહને અધિકારીઓએ આપી છે એમ તેમણે જણાવ્યું હતું.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IshBP5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages