3.18 કરોડની ઠગાઇ બદલ નવસારી બેઠકના મહિલા ઉમેદવારની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

3.18 કરોડની ઠગાઇ બદલ નવસારી બેઠકના મહિલા ઉમેદવારની ધરપકડ


- રાષ્ટ્રીય સમાજ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવનાર હીરામણીબેને પોતાની સામે ફરિયાદ થતા આગોતરા જામીન માંગ્યા પણ નામંજુર થયા હતા

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરૂવાર

નવસારી લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર રાષ્ટ્રીય સમાજ પક્ષની મહિલાની પૂણા પોલીસે છ માસ અગાઉ નોંધાયેલા રૂ.૩.૧૮ કરોડની છેતરપિંડીના ગુનામાં આજરોજ ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂણા પોલીસ મથકમાં ગત નવેમ્બર ૨૦૧૮ માં કિશોરભાઈ પટોળીયાએ હીરામણીબેન દિન દયાળ શર્મા સહિત ચાર વિરુદ્ધ રૂ.૩,૧૮ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એમ્બ્રોઇડરી જોબ વર્ક કરાવી રઘુકુળ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતી હીરામણીબેન સહિત ચાર વ્યક્તિએ પેમેન્ટ નહીં કરતા આ ફરિયાદ નોંધાઈ હતી. પૂણા પોલીસે તે સમયે નિલેશની ધરપકડ કરી હતી. જ્યારે હીરામણીબેન સહીત ત્રણ વોન્ટેડ હતા.હીરામણી બેને આગોતરા જામીન માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ હાઇકોર્ટે તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

દરમિયાન, છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ ગોડાદરાના હીરામણીબેને તાજેતરમાં નવસારી લોકસભા બેઠક માટે રાષ્ટ્રીય સમાજ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ હકીકતના આધારે પૂણા પોલીસે તેમની તપાસ શરૂ કરી હતી અને આજરોજ તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GhUd59

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages