પોલીસ જવાનો 23 એપ્રિલ પહેલા જ લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

પોલીસ જવાનો 23 એપ્રિલ પહેલા જ લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે


- સુરત જિલ્લાના ઘલુડી ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં હંગામી મતદાન મથકો બનાવાશેઃસુરત સિટીમાં પણ વ્યવસ્થા  કરાશે

 (પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરૂવાર

લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા પોલીસ કર્મચારીઓ પણ પસંદગીના ઉમેદવારોને મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરાતા પોલીસ જવાનો ચૂંટણી પહેલા જ મતદાન કરશે. સુરત જિલ્લાના ઘલુડી પોલીસ હેડ કર્વાટર ખાતે આગામી ૧૩ મી એપ્રિલના રોજ હંગામી મતદાન મથકો ઉભા કરીને બેલેટ પેપર થી મતદાનની વ્યવસ્થા કરાઇ છે.

આગામી ૨૩ મી એપ્રિલ ના રોજ સુરત, નવસારી અને બારડોલી ત્રણેય લોકસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે.આ ચૂંટણી ની જાહેરાત થવાની સાથે જ શહેર અને જિલ્લામાં પોલીસ જવાનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તૈનાત થઇ ગયા છે.અને સાથે જ મતદાનના ૪૮ કલાક પહેલા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાઇ જશે. ચૂંટણી પંચે પણ દરેક મતદારો મતદાન કરી શકે તે માટે જાગૃતિ કાર્યક્રમો પણ શરૂ કર્યા છે.અને વધુને વધુ મતદાન થાય તે માટે પણ કવાયત ચાલી રહી છે.ત્યારે ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરાઇ છે.

આગામી ૧૩ મી એપ્રિલને શનિવારના રોજ સુરત જિલ્લા કામરેજ તાલુકા ના ઘલુડી ખાતેના  પોલીસ હેડ કર્વાટરમાં મતદાન મથકો ઉભા કરીને ચૂંટણીમાં ફરજ બજાવનારા પોલીસ જવાનો માટે મતદાન મથકની વ્યવસ્થા કરાઇ છે. જયાં પોલીસ જવાનો જે વિસ્તારના મતદારો હશે ત્યાંની લોકસભાનું બેલેટ પેપર આપવામાં આવશે. અને પોલીસ જવાનોએ મત કુટિરમાં જઇને મતદાન કર્યા બાદ મતપેટીમાં બેલેટ પેપર નાખવાનું રહેશે. મતગણતરીના દિવસે બેલેટ પેપરથી થયેેલા મતદાનની પ્રથમ ગણતરી થશે. આગામી દિવસોમાં સુરત શહેરમાં પણ પોલીસ જવાનો માટે મતદાન મથકો ઉભા કરીને મતદાનની વ્યવસ્થા કરાશે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GjgTCd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages