
ન્યુજર્સી, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
રવિવાર તા. ૩૧ માર્ચના રોજ ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપીના ઉપક્રમે ઈઝલીન, ન્યુજર્સી ખાતેથી એક 'મૈં ચોકીદાર હૂૅં' એ સૂત્રને હિન્દી, ઈંગ્લીશ, ગુજરાતી, તામીલ, તેલુગુ, મલયાલમ ભાષામાં પ્લે કાર્ડ બનાવી, "NRI4 MODI-૨૦૧૯" બેનર સાથે પ્રેસ્બીટેરીયન ચર્ચ, મીડલસેક્સ એવેન્યુથી અપના બઝાર, એડીસન ન્યુ જર્સી અને પ્રતીકાત્મક સૂત્રાત્મક માર્ચ યોજવામાં આવી હતી.
OFBJPના અમેરિકા ખાતેના વર્તમાન પ્રમુખ શ્રી કૃષ્ણા રેડ્ડી, સાથે અનેક મહાનુભાવો આ રેલીમાં જોડાયા હતા. રેલીની સફળતામાં વુડબ્રીજ પોલીસ તથા એડીસન પોલીસ ડીપાર્ટમેન્ટનો ગૌરવપ્રદ સાથ સાંપડયો હતો. 'ગલી ગલીમેં શોર હૈ, મોદીજી પ્યોર હૈ' ''અબ કી બાર, મોદી સરકાર'' 'ભારત માતા કી જય', વંદે માતરમ્ આદિ સ્લોગન બોલતા રેલીમાં ભાગ લેનાર આબાલવૃધ્ધ અને બહેનોએ ૧ માઈલથી લાંબા ઓકટ્રી રોડના ફરતે કુચ કરી હતી. રેલીના અંતે શ્રી કૃષ્ણા રેડ્ડીએ રેલીમાં ભાગ લેનાર સહુ કાર્યકરોનો, વુડબ્રીજ અને એડીસન, ન્યુજર્સી પોલીસ ડીપાર્ટમેન્ટ અને મીડિયાનો આભાર માન્યો હતો.
અમેરિકાના અન્ય રાજ્યોમાં જ્યાં ભારતીયો મોટી સંખ્યામાં વસે છે ત્યાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાયા હોવાની માહિતી મળે છે. રવિવાર તા. ૩૧ માર્ચે એડીસન, ન્યુજર્સી ખાતે જાણીતી અગ્રણી શ્રીમતિ રાજ્યલક્ષ્મીના સાનિધ્યમાં ભગવાન શિવના મહારૂદ્રાભિષેકનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે વિદ્વાન પુરોહિતો સર્વશ્રી શ્યામપ્રસાદ તથા શ્રીરામ અને અન્યના વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવના લીંગનો દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, જ્યુસ તથા જળથી રુદ્રીના જાપ સાથે અભિષેક કરાયો હતો.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P7s2ZK
No comments:
Post a Comment