(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.31 માર્ચ 2019,રવિવાર
અમિતાભ બચ્ચનની ફિલમ 'આંખે'ની સિકવલની તૈયારી થઇ રહી છે. ' આંખે ટુ'માં અમિતાભની સાથે અનિલ કપૂર, અરશદ વારસી અને ઇલિયાના ડિક્રુઝના નામની ચર્ચા હતી. હવે આ યાદીમાં સૈફ અલી ખાનનું નામ પણ ઉમેરાયું છે.
સૂત્રના જણાવ્યા પ્રમાણે જ્યારે 'આંખે' ની સિકવલની ઘોષણા કરવામાં આવી. ત્યારે અમિતાભ બચ્ચન, પરેશ રાવળ, અનિલ કપૂર, અરશદ વારસી અને ઇલિયાના ડિક્રુઝના નામ હતા. હવે આ યાદીમાં સૈફ અલી ખાનનું નામ પણ ઉમેરાયું છે.
આ સિકવલમાં મૂળ ફિલ્મના ફક્ત બે જ કલાકારો અમિતાભ બચ્ચન અને પરેશ રાવળ હશે.જ્યારે બાકીના તમામ પાત્રો માટે નવા કલાકારની વરણી થઈ છે.
સૂત્રના પ્રમાણે ' આંખે ટુ'માં સુશ્મિતા સેનેને ઇલયાના ડિક્રુઝ રિપ્લેસ કરશે.
હવે આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ ઉમેરાયું છે. અન્ય એક ટોચના કલાકાર સાથે પણ વાતચીત ચાલી રહી હોવાની ચર્ચા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uDIGqc
No comments:
Post a Comment