અજય દેવગણ સાથે જાહ્નવી કપૂર રૂપેરી પડદે દેખાય તેવી શક્યતા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

અજય દેવગણ સાથે જાહ્નવી કપૂર રૂપેરી પડદે દેખાય તેવી શક્યતા

(પ્રતિનિધિ દ્વારા)     મુંબઇ,તા.31 માર્ચ 2019,રવિવાર

જાહ્નવી  હાલ ગુંજન  સકસેનાની  બાયોપિકમાં વ્યસ્ત છે. ત્યાર બાદ તે  કરણ જોહરની ફિલ્મ 'તખ્ત'માં કામ કરવાની છે. આ બાદ તે  રાજ કુમાર રાવ સાથેની એક ફિલ્મમાં ડબલ રોલ કરવાની છે. હવે એવી વાત છે કે, જાહ્નવીના  પિતા બોની કપૂર  અજય દેવગણ  સાથે એક ફિલ્મ  કરવાના છે. જેમાં  બોની ઇચ્છે  છે  કે તેની  પુત્રી  જાહ્નવી પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળે.

અજય દેવગણ બોની કપૂરની સાથે 'સૈય્યદ અબ્દુલ રહીમ' ની બાયોપિકમાં કામ કરવાનો છે. 

કહેવાય છે કે, બોનીની ઇચ્છા છે કે આ ફિલ્મમાં તે પુત્રી જાહ્નવીને પણ અજય સાથે કામ કરવાની તક આપે. બોની ઇચ્છે છે કે જાહનવી આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળે. બોનીના અનુસાર ફિલ્મનું એક પાત્ર જાહ્નવી માટે બરાબર ફિટ બેસે  છે. જોકે  જાહ્વવી આ ફિલ્મમાં કામ કરવા રાજી છે કે નહીં તે હજી જાણવા મળ્યું નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I3GCA0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages