ઊંઘમાં પણ ક્યારેક ડાન્સ કરવા લાગું છું : રેમો ડિસોઝા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

ઊંઘમાં પણ ક્યારેક ડાન્સ કરવા લાગું છું : રેમો ડિસોઝા


મુંબઇ તા.1 એપ્રિલ 2019, સોમવાર

મોખરાના કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક રેમો ડિસોઝાએ રવિવારે એેક ટીવી શોમાં કહ્યું હતું કે કોરિયોગ્રાફર તરીકે તક મળી એ પહેલાં હું ડાન્સર હતો અને ઘણીવાર રાત્રે ઊંઘમાં પણ ઊઠીને ડાન્સ કરવા લાગતો. એને કારણે મારા રૂમમેટ્સને ઘણીવાર મારી લાત ખાવી પડતી.

્સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માના ચેટ શોમાં બોલિવૂડના બે મોખરાના કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને ગણેશ આચાર્ય હાજર હતા અને બંનેએ પોતપોતાની કારકિર્દની કેટલીક રસપ્રદ વાતો કરી હતી.

રેમોએ કહ્યું કે મુંબઇમાં કારકિર્દી જમાવવા નવો નવો આવ્યો ત્યારે માત્ર એક રૂમમાં અમે ચાર પાંચ જણ રહેતા. દિવસભર હું ડાન્સ કરીને થાક્યો પાક્યો ઘરે આવતો ત્યારે મને ઊંઘમાં પણ ડાન્સના સપનાં આવતાં અને ક્યારેક  હું રાત્રે ઊંઘમાં ડાન્સ કરવા લાગતો. એવું બને ત્યારે મારા રૂમ મેટ્સે મારી લાત ખાવી પડતી.

આ કોમેડી શોમાં રેમો અને ગણેશે કેટલાંક ગીતો પર પોતાના ડાન્સની સ્ટાઇલ રજૂ કરી હતી અને સેટ પર ધમાલ મચાવી દીધી હતી. હાલ રેમો આગેવાન ફિલ્મ સર્જકોમાં એક ગણાય છે. એમણે બનાવેલી એની બડી કેન ડાન્સ (એબીસીડી ) અને એની સિક્વલ બંને હિટ નીવડી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CMtoEh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages