
મુંબઇ તા.1 એપ્રિલ 2019, સોમવાર
ખમતીધર ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં મોખરાની અભિનેત્રી કેટરિના કૈફ ચમકવાની નથી એવી જાણકારી મળી હતી.
અગાઉ કેટરિનાએ અક્ષય કુમાર સાથે 2010માં તીસમાર ખાં ફિલ્મ કરી હતી. એટલે એવી વાતો વહેતી થઇ હતી કે સૂર્યવંશીમાં પણ કેટરિના અક્ષય કુમાર સાથે ચમકશે.
હાલ રોહિત અક્ષય કુમારને લઇને પોલીસ અધિકારી વિશે વધુ એક ફિલ્મ બનાવી રહ્યા છે. અગાઉ રોહિતે અજય દેવગણને લઇને સિંઘમ સિરિઝની હિટ ફિલ્મો બનાવી હતી. તાજેતરમાં એણે રણવીર સિંઘને લઇને પોલીસ અધિકારીની ઔર એક ફિલ્મ સિમ્બા બનાવી હતી. એ પણ હિટ નીવડી હતી.
આમ થવાનાં બે કારણો નિમિત્ત બનતાં હોય એવું લાગે છે. રોહિત આ ફિલ્મ 2020ની ઇદ પર રજૂ કરવા માગે છે. બીજી બાજુ સલમાન ખાનની સંજય લીલા ભણસાલી સર્જિત ઇન્શાલ્લાહ પણ 2020ની ઇદ પર રજૂ થવાની છે એટલે કે 2020ની ઇદ પર બે દોસ્તો સલમાન ખાન અને અક્ષય કુમાર બોક્સ ઑફિસ પર ટકરાશે. એ સંજોગોમાં કેટરિના અક્ષય કુમાર સાથે હોય તો કેટરિનાનો દોસ્ત સલમાન નારાજ થવાની શક્યતા સર્જાઇ શકે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JYch8q
No comments:
Post a Comment