ગાંધીધામ, તા. ૧૦
રાપર તાલુકાના રામવાવ ચેક પોસ્ટ પાસે નાસતા-ફરતા આરોપીની શોધતી વખતે કારમાંથી ૫.૮૨ લાખનો શરાબ પકડી પાડયો હતો. જોકે બન્ને આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, નાસતા- ફરતા આરોપીઓને પકડતી સ્કવોડના પીએસઆઈ નિર્મલસિંહ રહેવરની ટીમે અંજાર પોલીસ માથકના નાસતા આરોપીને પકડી અન્ય શખ્સને પકડવા ડાવરી જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક નંબર વગરની શંકાસ્પદ કાર જોવા મળી હતી. ત્યારે કારમાં સવાર શખ્સો જીતુભા વેલુભા રાઠોડ તાથા સંજય આહિર (ચોબારી) ગાડી મુકી ભાગી ગયા હતા. કારમાંથી અંગ્રેજી શરાબની ૧૪૮૨ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૃા. ૫,૮૨,૦૦૦ આંકવામાં આવી હતી. દોઢ લાખની કાર પણ કબ્જે કરાઈ હતી.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z4arGv
No comments:
Post a Comment