તિજોરી કચેરી દ્વારા માર્ચમાં જ ૧૯૧૫ કરોડની ચુકવણી થઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

તિજોરી કચેરી દ્વારા માર્ચમાં જ ૧૯૧૫ કરોડની ચુકવણી થઇ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર

નાણાંકીય વર્ષના અંતિમ દિવસોમાં સરકારી કચેરીઓમાં ગ્રાન્ટ જતી ના રહે તે માટે રજુ કરવામાં આવતા બીલોના આધારે વડોદરા ટ્રેઝરી કચેરી દ્વારા કરોડો રૃપિયાના બીલોનું પેમેન્ટ છુટુ કરવામાં આવ્યું છે. તા.૩૧ માર્ચની મોડી રાત્રી સુધી બીલોના ચુકવણા ચાલુ રહયા હતાં. માત્ર માર્ચ માસમાંજ ૧૯૧૫ કરોડ રૃપિયાની  ચુકવણી ટ્રેઝરી કચેરી દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની વિવિધ સરકારી કચેરીઓ દ્વારા વર્ષ દરમિયાન થતા કામો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે આ ગ્રાન્ટ લેપ્સ ના થઇ જાય તે માટે છેલ્લી ઘડીએ જે તે ખાતાના અધિકારીઓ દોડતા થયા હતાં.  માર્ચ એન્ડીંગના છેલ્લા દિવસે ગઇ કાલે જાહેર રજા હોવા છતાં ટ્રેઝરી કચેરી ચાલુ રહી હતી અને માત્ર એક દિવસમાં જ ૭૬ કરોડ રૃપિયાની ચુકવણી કરવામાં આવી છે જેમાં લેેટર ઓફ ક્રેડિટ, સબસિડિ, પગાર બિલો, ખર્ચના બિલોનો સમાવેશ થાય છે.

વડોદરાની ટ્રેઝરી કચેરી દ્વારા એલસી દ્વારા જે ચુકવણા કરવામાં આવે છે તેમાં સૌથી વધારે સિંચાઇ ખાતુ તેમજ માર્ગ અને મકાન વિભાગનો સમાવેશ થાય છે. બજેટની જોગવાઇ મુજબ ટ્રેઝરી ઓફિસમાંથી કરોડો રૃપિયાની રકમ છુટી કરવામાં આવે છે છેલ્લા દિવસે કરોડો રૃપિયા ટ્રેઝરી કચેરી દ્વારા ચુકવવવામાં આવ્યા હતાં. મુખ્ય તિજોરી અધિકારી આર.ડી. ખુંટીએ જણાવ્યુ હતુ કે તા.૧ થી ૩૧ માર્ચ સુધી કુલ રૃા.૧૯૧૫.૯૮ કરોડની ચુકવણી કરવામાં આવી છે ગયા વર્ષે રૃા.૭૮૦૦ કરોડની ચુકવણી વિવિધ ખાતાઓ દ્વારા  રજુ કરાયેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે તા.૨૯ માર્ચ બપોરે ત્રણ વાગ્યા સુધી જ બિલો સ્વીકારવાની નાણાં ખાતાની સુચના હતી જેના કારણે બે દિવસ સુધી જિલ્લા તિજોરી કચેરી દ્વારા બિલો નહી સ્વીકારાતા હોબાળો પણ થયો હતો જો કે છેલ્લે સરકાર દ્વારા બિલો સ્વીકારવાની મંજૂરી આપતા તિજોરી કચેરી દ્વારા કાર્યાવાહીનો પ્રારંભ કરાયો હતો.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2COBJY5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages