રિચા રોજ ત્રણ કલાક કબડ્ડીની તાલીમ લે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

રિચા રોજ ત્રણ કલાક કબડ્ડીની તાલીમ લે છે


મુંબઇ તા.1 એપ્રિલ 2019, સોમવાર

અભિનેત્રી રિચા ચડ્ડા આજકાલ રોજ ત્રણેક કલાક કબડ્ડી રમતની તાલીમ લેતી હોવાની જાણકારી મળી હતી. અશ્વિની અય્યર તિવારીની પંગામાં એ મહિલા કબડ્ડી પ્લેયરનો રોલ કરી રહી છે.

નીલ બટે સન્નાટા અને બરેલી કી બરફી જેવી ફિલ્મો આપનારી અશ્વિની હાલ મહિલા કબડ્ડી પ્લેયર્સની કથા પર આધારિત ફિલ્મ પંગા બનાવી રહી છે જેમાં કંગના રનૌત મુખ્ય રોલ કરી રહી છે. એની સાથે રિચા ચડ્ડા પણ ચમકી રહી છે.

પરદા પર પોતે કબડ્ડીની ખેલાડીનો રોલ સરસ રીતે કરી શકે એટલા માટે રિચા રોજ ત્રણ કલાક નિષ્ણાત ખેલાડી સાથે પ્રેક્ટિસ કરે છે. આ ઉપરાંત એ સેક્શન 375 ફિલ્મ કરી રહી છે જેમાં એનો રોલ એક વકીલનો છે. ભારતીય ફોજદારી ધારા (ઇન્ડિયન પીનલ કૉડ)ની 375મી કલમ વિશે આ ફિલ્મ બની રહી છે જેમાં એનો વકીલનો રોલ છે. એને માટે રિચાએ એક કરતાં વધુ વખત મુંબઇ હાઇકોર્ટની મુલાકાત લીધી હતી અને મહિલા વકીલોની કામ કરવાની રીત તથા એમના મેનરિઝમ્સને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

રિચા સવારે કબડ્ડીની પ્રેક્ટિસ કરે છે અને બપોર પછી સેક્શન 375ને પોતાનો સમય ફાળવે છે.

અગાઉ લવ સોનિયા ફિલ્મ વખતે રિચાએ મુંબઇના રેડ લાઇટ વિસ્તારની મુલાકાત લઇને કેટલીક વેશ્યાઓ સાથે વિચાર વિનિમય કર્યો હતો. આમ પોતાના રોલ્સ માટે એ સતત પૂર્વતૈયારી કરતી રહે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OCelS3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages