સત્તા પર આવીએ તો એક વર્ષમાં 22 લાખ નોકરી આપશું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

સત્તા પર આવીએ તો એક વર્ષમાં 22 લાખ નોકરી આપશું

વી દિલ્હી તા.1 એપ્રિલ 2019 સોમવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક સભામાં કહ્યું હતું કે અમે સત્તા પર આવીશું તો હાલ ખાલી પડેલા 22 લાખ સરકારી હોદ્દા એક વર્ષમાં ભરી દઇશું. એક વર્ષમાં અમે 22 લાખ બેકારોને નોકરી આપીશું.

કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાક સમયથી એવાં વિધાનો કરતો રહ્યો છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં બેકારી વધી છે. અમે સત્તા પર આવીએ તો આવતા વર્ષના માર્ચની 31મી પહેલાં 22 લાખ નોકરી આપીશું. રાજ્યોને  શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કેન્દ્ર દ્વારા અપાનારી આર્થિક સહાય સાથે આ ખાલી સ્થાનેા ભરવાના કાર્યને જોડી દેવામાં આવશે.

રાહુલે કહ્યું કે દેવામાં ડૂબેલા ખેડૂતો બેકારોને રોજી રોટી આપવાના મુદ્દે નેરેન્દ્ર મોદીની સરકાર સાવ નિષ્ફળ નીવડી હતી.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UnpeN2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages