
સુરત, તા. 12 એપ્રિલ 2019 શુક્રવાર
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસીઓને હરામ જાદા કહ્યા તેની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત હાથ ધરી છે. આ વિવાદ શાંત થાય તે પહેલા જ સુરત કોંગ્રેસે પણ આવો જ વિવાદ ઉભો કરી દીધો છે.
સુરત લોકસભાના એક કાર્યાલયના ઉદ્ઘાટન વખતે કોંગ્રેસ પ્રમુખે ભાજપના નેતાઓને હરામખોરો અને નાગા કહી દીધા હતા. ગઈકાલે સુરત લોકસભા વિસ્તારમાં આવતા પૂર્વ વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ આપેલું ભાષણ વિવાદમાં આવી ગયું છે.
કાર્યકરોને સંબોધતા રાયકાએ કહ્યું હતું મને હાઇ કમાન્ડ ના પાડે તો પણ મારે એક વાત કહેવી છે કે આ હરામ ખોર ભાજપ બાળાઓ નાગા ઓ આપણને મારવા લે તો આપણે ગાંધી જગ્યા માર્ગે વાત કરીશું. આ ભાજપ વાળાઓ સુરતવાસીઓને ડરાવવાની કે ધમકાવવાની વાત કરશે તો તે જરા પણ ચલાવી લઈશું નહીં. આ ભાજપ વાળાઓ સામે આપણે લડવાનું નથી પણ લડવાનું છે.
રાયકાના આ પ્રકારના શબ્દો આગામી દિવસોમાં કોંગ્રેસ માટે વિવાદ ઊભો કરી શકે તેમ છે. હરામજાદા શબ્દ સામે કોંગ્રેસે જ ફરિયાદ નોંધાવી છે. ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખે ભાજપ વાળાઓને હરામખોર અને નાગા કહી દેતા તેમની ફરિયાદ સામે જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખે ઉચ્ચારેલા આ શબ્દો કોંગ્રેસ માટે જ મુશ્કેલી ઊભી કરી શકે છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Itlh2W
No comments:
Post a Comment