ભાજપના જીતુ વાઘાણી વિરુધ્ધ ખાનગી ફરિયાદ નોંધવા સુરત કોર્ટમાં અરજી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

ભાજપના જીતુ વાઘાણી વિરુધ્ધ ખાનગી ફરિયાદ નોંધવા સુરત કોર્ટમાં અરજી


- ચૂંટણી પંચે આચારસંહિતા ભંગ થતો નથી તેવો રિપોર્ટ આપ્યા બાદ કોંગ્રેસ કાર્યકરની અરજીઃ પોલીસને તપાસ સોંપાઇ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરૂવાર


સુરતના અમરોલી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બેફામ વાણી વિલાસ કરતા આજે કોગ્રેસના કાર્યકરે સુરતની કોર્ટમાં ફરિયાદ કરીને ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરતા સલાબતપુરા પોલીસને તપાસ સોંપાઇ છે.

સુરત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણીએ પોતાના ભાષણમાં કોગ્રેસ અંધાધુધી અને અરાજકર્તા ફેલાવે છે. દાદાગીરી અને લુખ્ખાગીરી કરવા નિકળી છે. એક બનાવ બન્યો છે. બીજો બનશે તો સુરતમાંથી કાઢતા વાર નહીં લાગે. આવી બેફામ વાણી વિલાસ કરતા આચારસંહિતા ભંગની ફરિયાદ થઇ હતી.

આ ફરિયાદની તપાસમાં જીતુ વાઘાણીને કિલનચીટ મળ્યા બાદ પોલીસ તપાસ સોંપાઇ છે. દરમ્યાન આજે કોગ્રેસના કાર્યકર ફિરોઝ પઠાણે સુરત કોર્ટમાં જીતુ વાઘાણી વિરૂધ્ધ ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી. જે સંદર્ભે સલાબતપુરા પોલીસને તપાસ સોંપાઇ છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GhvMVz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages