ડીસા,તા.11 એપ્રિલ 2019, ગુરૂવાર
ડીસાના આખોલ ચારરસ્તા નજીક નેશનલ હાઈવે પર મુન્દ્રાથી માલ ભરીને આવી રહેલ ટ્રેલરની અચાનક બ્રેક ફેલ થતાં ૧૫૦ ફૂટ જેટલું માટીથી થેલીઓ અને ડીવાઈડર તોડી ડીસા તરફથી આવી રહેલ ટ્રેલર સાથે ધડાકા ભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે લાગેલી આગમાં સળગી જતા બેના મોતત થયા હતા. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે ડીસા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની વિગત જોઈએ તો ડીસા નેશનલ હાઈવે પર મહાકાળી મદિર પાસે બુધવારે મધ્યરાત્રીએ એક ટ્રેલર રાજસ્થાન તરફથી આવી મુન્દ્રા માલ ભરી જઈ રહ્યું હતું. તે બનાસનદીનો પુલ પાર કર્યો હતો. ત્યારે જ આખોલ ચારરસ્તા તરફથી પથ્થર ભરી આવી રહેલ ટ્રેલરની અચાનક બ્રેક ફેઈલ થતા કાબુ ગુમાવેલ ટ્રેલર ચાલકે ૧૫૦ ફૂટ જેટલે માટીની થેલીઓ અને ડીવાઈડર તોડીને ડીસા તરફથી આવી રહેલ ટ્રેલર સાથે ધડાકાભેર ટકરાઈ જતા ગમખ્વાર અકસ્માત સહર્જાયો હતો.
આ અકસ્માતમાં એટલે જોશથી બંને ટ્રેલરો ભટક્યા હતા કે ધડાકા ભેગા બંને ટ્રકોમાં આગ લાગી હતી અને આગે દેખતા દેખતા રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. જોકે એક ટ્રકન બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓને સમયસુચકતા વાપરી ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી ટ્રકમાં રહેલ બે લોકો ગાડીમાં ફસાઈ ગયેલા જેથી તેઓ બહાર ન નીકળી શકતા તેઓ ગાડીમાં જ બળીને ભડથું બની ગયા હતા.
રાત્રિ સમયે થયેલ આ અકસ્માતમાં એટલી ભીષણ આગ પકડી લીધી હતી કે જેની આગ દૂર દૂર સુધી દેખાઈ હતી અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જોકે ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તેમજ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર અને નેશનલ હાઈવેની ટીમ દોડી આવી હતી. જ્યારે હજારો લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. બુધવારની મધ્યરાત્રે ૧ઃ૦૦ વાગ્યા આસપાસ બની હતી. જેની આગ બુજાવવા માટે હજારો લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે વહેલી સવારે બે મૃતકની લાશ એટલી હદ સુધી બળીને ભડથું થઈ ગઈ હતી કે ગાડીના મળવામાંથી માણસના કરોડરજ્જુઓ જોઈ બંને લાશો બહાર કાઢી કોથળામાં ભરી ડીસા સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gek8JM
No comments:
Post a Comment