
રાજકોટ, તા.10 એપ્રિલ 2019, બુધવાર
રાજકોટ નજીક જામનગર રોડ ઉપર આવેલી બી.એ. ડાંગર કોલેજ પાસે હોમિયોપેથી કતાઉન્સીલની મંજુરી નહી હોવા છતાં વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે તે વિદ્યાર્થીઓનાં એનરોલમેન્ટની યુનિ.એ ના પાડી દેતા આજે વિદ્યાર્થી પરીષદ દ્વારા બી.એ.ડાંગર કોલેજ ખાતે વિદ્યાર્થીઓના હીતમાં ુગ્ર રજૂઆતો કરી સીસી મેચની માન્યતા તાકીદે મેળવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી આપી તડાફડી બોલાવી હતી.
સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન બીએ ડાંગર હોમિયોપેથી કોલેજમાં અગાઉ બોગસ માર્કશીટના આધારે ૫૩ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન અપાતા આ તમામ વિદ્યાર્થીઓની પદવીરદ કરવાની ફરજ પડી હતી. તેમજ આ પ્રકારનાં વિદ્યાર્થીઓ કમિશનથી મોકલનાર ખંભાળિયાના ડો. કાદરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.
જિલ્લા ભાજપનાં હોદેદાર ભાનુભાઈ મહેતાના પરિવારજનો દ્વારા ચાલતી આ ડાંગર કોલેજને હોમિયોપેથી કાઉન્સીલની માન્યતા નહી હોવા છતાં યુનિ. દ્વારા જોડાણ ચાલુ રાખવામાં આવ્યું હોવાથી ગઈકાલે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિ.માં રજુઆત કરવામાં આવી હતી.
યુનિ. દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે તેનું એનરોલમેન્ટ કરવામાં નહી આવે તેવું સ્પષ્ટ કહી દેવામાં આવતા આજે વિદ્યાર્થીપરીષદના કાર્યકરો ડાંગર કોલેજ પહોંચ્યા હતાં જયાં ટ્રસ્ટી જાનકભાઈ મહેતાને રજૂઆત કરી સીસીએચની માન્યતા મેળવવા વિના કઈ રીતે વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાય? તે મુદ્દો ઉઠાવી શાબ્દિક તડાફડી બોલાવી હતી.
જો આ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષા દેવાની તક નહી મળે તો વિદ્યાર્થીનું વર્ષ બગડશે તેવી લાગણી દર્શાવી કોઈપણ સંજોગોમાં કાઉન્સીલની મંજુરી લેવાની તાકીદ કરવામાં આવી હતી. ઉનાળાના આકરા તાપમાં એક કલાક સુધી વિદ્યાર્થીઓએ રકઝક કર્યા બાદ કોલેજના સંચાલકોએ આ મુદ્દે વહેલાસર ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.
સીસીએચની મંજૂરી ન હોવા છતાં રૂા ૯૦ હજાર સુધીની ફી વસુલાત
જામનગર રોડ ઉપર ચાલતી બીએ ડાંગર કોલેજે પાસે હોમિયોપેથી કાઉન્સીલની મંજુરી ન હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી રૂા ૬૦ હજારની માંડીને ૯૦ હજાર સુધીની ફી વસુલવામાં આવી હોવાનું વિદ્યાર્થી પરીષદના કાર્યકરોએ જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૭-૨૦૧૮ દરમિયાન ઓલાઈન ૪૦ અને ઓફલાઈન ૩૦ એડમિશન આપી કોલેજ દ્વારા જુદી જુદી કેટેગરીમાં ફી વસુલવામાં આવી હોવાનું જણાવી કાર્યકરોએ ઉમેર્યું હતું કે આજ સુધી હાઈકોર્ટનાં આદેશનો આશરો લઈને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા યુનિ.ને કોલેજ મજબુર કરતી રહી છે પરંતુ હવે આ પ્રકારની રીતરસમો ચલાવી લેવામાં નહી આવે કાઉન્સીલની મંજુરી વિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો ગેરકાયદે ગણી શકાય.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X3xJdY
No comments:
Post a Comment