
ભાવનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
ભાવનગર શહેરની વારાહી સોસાયટીમાં રહેતા નિવૃત્ત પ્રોફેસરના પત્નીએ જાત જલાવી મોતની સોડ તાણી લેતા ચકચાર મચી જવા પામી છે. મહિલાની હત્યા થયાની વહેતી થયેલી અફવાઓને પગલે સિટી ડિવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, આ બનાવ હત્યાનો નહીં પરંતુ મહિલા છેલ્લા એક વર્ષથી બિમાર હોય, જેનાથી કંટાળી જઈ અંતિમ પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.
બનાવ અંગે મળતી વિગત અનુસાર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલ વારાહી સોસાયટીના પ્લોટ નં.૫૬/બીમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર શંકરભાઈ ભગવાનભાઈ વાળાના પત્ની હીરાબેન (ઉ.વ.58)ને છેલ્લા એક વર્ષથી ડાયાબિટીસ અને ટીબીની બિમારી હોય, જેની દવા શરૃ હોવા છતાં તબિયતમાં સુધારો ન થતાં હીરાબેન વાળાએ આખરે બિમારીથી કંટાળી જઈ આજે બુધવારે સવારના 7-45 કલાકના અસરા પહેલા પોતાના મકાનના ફળિયામાં જઈ શરીર પર જાતેથી કેરોસીન છાંટી દિવાસળીની કાંડી ચાંપી દઈ જાત જલાવી લેતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. બનાવને લઈ અરેરાટી છવાઈ જવા પામી છે.
દરમિયાનમાં નિવૃધા પ્રોફેસરના પત્ની હત્યા કરાઈ હોવાની વાત વહેતી થતાં હત્યાની આશંકાને લઈ સિટી ડીવાયએસપી મનીષ ઠાકર, ભરતનગર પોલીસ મથકના પીએસઆઈ યાદવ સહિતનો પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી તેમના પરિવારજનોના નિવે ન લીધા હતા. જેમાં મહિલાની હત્યા નહીં પરંતુ તેમણે જાતે જ બિમારીથી કંટાળી આપઘાત કર્યાનું બહાર આવ્યું હતું. જેના પગલે ભરતનગર પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકના પતિ અને પુત્ર એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર
વારાહી સોસાયટીમાં બનેલી આપઘાતની ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે. મૃતક શિક્ષિત પરિવારમાં બિમારીથી કંટાળી અંતિમ પગલું ભરનાર મહિલા હીરાબેનના પતિ અને તેમનો પુત્ર પ્રોફેસર છે. હીરાબેનના પતિ શંકરભાઈ વાળા શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર રહી ચૂક્યા છે. જ્યારે તેમના પુત્ર એન્જિ. કોલેજમાં હાલ પ્રોફેસર તરીકે કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U5jN17
No comments:
Post a Comment