વિવાદો નિવારવા કંગનાનો માર્ગ બેસ્ટ હતો : વરુણ ધવન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

વિવાદો નિવારવા કંગનાનો માર્ગ બેસ્ટ હતો : વરુણ ધવન


મુંબઇ તા.9 એપ્રિલ 2019, મંગળવાર

મોખરાના અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે ફિલ્મની કથા કે પાત્રો અંગે કોઇ વિવાદ થાય ત્યારે કંગના રનૌતે અપનાવેલો માર્ગ શ્રેષ્ઠ હતો એમ મને લાગે છે.

કરણ જોહરની ફિલ્મ કલંકમાં મુસ્લિમ યુવાન ઝફરનો રોલ કરી રહેલો વરુણ ફિલ્મમાં એક હિન્દુ યુવતી (આલિયા ભટ્ટ)ને પ્રેમ કરે છે. આવી કથા રજૂ થતી હોય ત્યારે કેટલાક લોકો એને લવ 

જિહાદના નામે ચીતરીને બિનજરૃરી વિવાદો સર્જે છે. કલંક ફિલ્મ આવો વિવાદ સર્જે તો તમે કેવી રીતે એનો સામનો કરો એવો સવાલ વરુણને પૂછવામાં આવ્યો હતો.

વરુણે કહ્યું કે ફિલ્મ મણીકર્ણિકા વખતે સર્જાયેલા વિવાદનો સામનેા કંગના રનૌતે કર્યો હતો એવો પ્રતિભાવ મારી દ્રષ્ટિએ બેસ્ટ ગણાય. શું બન્યું હતું એ સમયે ?

મણીકર્ણિકાનો વિવાદ સર્જનારી કહેવાતી રજપૂત સંસ્થા અને ખાસ તો કરણી સેનાને જાહેરમાં પડકાર આપતાં કંગનાએ કહ્યું હતું કે હું પણ રજપૂત છું. મારી સામે શીંગડાં ભરાવવાનો પ્રયાસ કરતા નહીં. નહીંતર હું જડબાતોડ જવાબ આપીશ. કંગનાના આ પડકાર પછી રજપૂત સેનાઓની બોલતી બંધ થઇ ગઇ હતી.

વરુણે કહ્યું કે બિનજરૃરી વિવાદ સર્જીને પ્રસિદ્ધિ મેળવવા ઇચ્છતા પરિબળો સામે આ વિકલ્પ મારી દ્રષ્ટિએ બેસ્ટ છે. તમે મૂગા રહો તો તમને કમજોર જાણીને દબાવવાના પ્રયાસો થતા હોય છે. બાકી આપણી ફિલ્મોમાં ભારતીય સંસ્કૃતિનું અપમાન થાય કે હીણું દેખાય એવું કદી રજૂ થતું નથી. જેમને વિવાદો સર્જવા હોય એવા લોકો તો બહાનું શોધતાં હોય છે. બાકી આપણી ફિલ્મો બે કોમ કે જાતિ વચ્ચે નફરત પેદા થાય એવું કદી ક્યારેય રજૂ કરતી નથી.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uVJHKE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages