વડોદરા, તા. 9 એપ્રિલ 2019, મંગળવાર
વડોદરામાં ફ્રૂટ માર્કેટમાં મીણ લગાડેલા સફરજન વેચાય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. તે મુજબનો વીડિયો વાયરલ થયો હતો જેના અનુસંધાનમાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોએ ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં જઇને સફરજનોનું ચેકીંગ કરીને જુદા જુદા ૭ સફરજન મેળળીને તપાસવા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
ફૂડ સેફ્ટી ઓફિસરોએ ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટની દુકાનો પર તમામ ફૂડ સેફ્ટી ઓફિસરોને ચેકીંગ માટે મોકલ્યા હતા. અત્રે એ નોંધનીય છે કે સફરજનની ચમક માટે ઉપર જે વેક્સ લગાવવામાં આવે છે તેનું નામ 'કેનેબુઆ વેક્સ' છે. જે એફએસએસએઆઇ દ્વારા માન્ય કરવામાં આવ્યું છે, તેમ કોર્પોરેશનના વર્તુળો દ્વારા જણાવાયું હતું.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z3JK4F
No comments:
Post a Comment