મુંબઇથી લખનઉ અને ગાઝીપુરસિટી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

મુંબઇથી લખનઉ અને ગાઝીપુરસિટી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

અમદાવાદ,તા.31 માર્ચ 2019,રવિવાર

આગામી ઉનાળા વેકેશનને ધ્યાને લઇને મુસાફરોની સુખ-સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા એપ્રિલ-મ-ેજુન માસ દરમિયાન કુલ ૧૯ સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે. રેલવેતંત્ર દ્વારા મુંબઇ-લખનઉં અને મુંબઇથી ગાઝીપુર સીટી વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નં.૮૨૯૦૭/૦૮ મુંબઇ સેન્ટ્રલ-લખનઉં જંક્શન વિકલી સુપરફાસ્ટ સુવિધા સ્પેશિયલ ટ્રેન તા.૧૧ એપ્રિલથી ૩૧ મે સુધી દોડાવાશે. કુલ ૧૬ ટ્રીપો રહેશે. ટ્રેન નં.૮૨૯૦૭ મુંબઇ સેન્ટ્રલથી દર ગુરૂવારે ૧૯ઃ૩૫ કલાકે ઉપડશે જે બીજા દિવસે ૨૦ઃ૪૦ કલાકે લખનઉં પહોંચશે. આ ટ્રેન ૧૧ એપ્રિલથી ૩૦ મે સુધી સંચાલીત કરવામાં આવનાર છે.

પરતમાં ટ્રેન નં.૮૨૯૦૮ લખનઉંથી દર શુક્રવારે ૨૨ઃ૩૫ કલાકે ઉપડશે જે બીજા દિવસે ૨૩ઃ૦૦ કલાકે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ૧૨ એપ્રિલથી ૩૧ એપ્રિલ સુધી દોડાવામાં આવશે. બીજી તરફ ટ્રેન નં.૦૯૦૧૩/૧૪ મુંબઇ સેન્ટ્રલ-લખનઉં જંક્શન વચ્ચે વિકલી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે પણ દોડાવાશે.

૧૯૦૧૩ નંબરની ટ્રેન મુંબઇ સેન્ટ્રલથી દર દર ગુરૂવારે ૧૯ઃ૩૫ કલાકે ઉપડશે. જે બીજા દિવસે ૨૦ઃ૪૦ કલાકે લખનઉં પહોંચશે. આ ટ્રેન તા.૬ થી ૨૭ જુન વચ્ચે દોડાવાશે. પરતમાં ૦૯૦૧૪ નંબરની ટ્રેન લખનઉંથી દર શુક્રવારે ૨૨ઃ૩૫ કલાકે ઉપડીને તે બીજા દિવસે ૨૩ઃ૦૦ કલાકે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન તા.૭ થી ૨૮ જુન વચ્ચે દોડાવાશે.

આ ઉપરાંત ૦૯૦૨૫/૦૯૦૨૬ બાન્દ્રા ટર્મિનસ-ગાઝીપુર સીટી સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવામાં આવનાર છે. ટ્રેન નં.૦૯૦૨૫ બાન્દ્રા ટર્મિનસથી દર સોમવારે ૨૩ઃ૨૫ કલાકે ઉપડશે. જે બુધવારે ૧૦ઃ૩૦ કલાકે ગાઝીપુર સીટી પહોંચશે.

આ ટ્રેન ૧૫ એપ્રિલથી ૨૪ જુન સુધી દોડાવાશે.પરતમાં ૦૯૦૨૬ નંબરની ટ્રેન ગાઝીપુર સીટીથી દર બુધવારે ૧૯ઃ૩૦ કલાકે ઉપડીને દર શુક્રવારે ૦૭ઃ૫૦ કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ એપ્રિલથી ૨૬ જુન સુધી દોડાવાશે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQFT5Y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages