અમદાવાદ, તા. 31, માર્ચ, 2019, રવિવાર
એસજીહાઇવે પરની જમીન બાબતે બે બિલ્ડરો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં બિલ્ડીંગમાં પ્રવેશ મેળવવા બાબત મારા મારી થયાનો આક્ષેપ કરતો ગુનો નોંધાવતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવતાં પોલીસે બન્ને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગોતામાં રહેતા ગુણવંતભાઇ પુરબિયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજુભાઇ પટેલ અને તેમના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે એસજીહાઈવે પર ગુરુદ્વારા પાછળ અક્ષર ઇન્ફ્રાસ્ટ્રબીલ્ડ આઇલેન્ડ પટેલ એવન્યું પાછળ બોકદેવ ખાતે દરવાજાનું કામકામ ચાલતું હતું, જે બંધ કરવા માટે રાજુભાઇ પટેલે તકરાર કરી હતી અને સીસીટીવી કેમેરાને નુકસાન કર્યું હતું.જ્યાં એક કર્મચારીને ધમકી આપી હતી અને સાંજે ફરીથી આવતાં તમારે ક્યાં જવું તેમ ફરિયાદીએ પુછતાં તેને મારમારી ધમકી આપી હતી.
બીજીતરફ ડ્રાઇવિંગ રોડ પર સનરાઇપાર્કમાં રહેતા અને મહાલક્ષ્મી બિલ્ડર તરીકે વ્યવસાય કરતા રાજુભાઇ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કેતનભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે બોડકદેવ અક્ષર ઇન્ફ્રાબીલ્ડ આઇલેન્ડની પાસેની જગ્યાએ ગઇકાલે બપોરે દરવાજાના બાંધકામ બાબતે નોટિસ ચોંટાડવા ગયા હતા તે વખતે દરવાજાનું કામકાજ ચાલતું હતું. જ્યાં કેતન પટેલના માણસોએ તેઓન રોકીને કેતનભાઇ ફરિયાદીને પકડી ગાળો બોલીને તેમના ડ્રાઇવરને ત્યાં હાજર માણસોએ માર માર્યો હતો. ફરિયાદીને પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોચી હતી. વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHnBaH
No comments:
Post a Comment