અમદાવાદમાં રવિવારે ગરમીના કારણે 22 લોકો મુર્છિત થઇ ઢળી પડયા ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

અમદાવાદમાં રવિવારે ગરમીના કારણે 22 લોકો મુર્છિત થઇ ઢળી પડયા !

અમદાવાદ,તા.31 માર્ચ 2019,રવિવાર

અમદાવાદમાં આજે રવિવારે ૪૧.૫ ડિગ્રી તાપામાન પહોંચી ગયું હતું. જેના લીધે આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદમાં ૧૧૩ લોકોની તબીયત લથડી જતા તેઓને ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગરમીને કારણે કુલ ૨૨ લોકો મુર્છીત થઇને ઢળી પડયા હતા.

રાજ્યભરમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. ઇમરજન્સી સેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા મુજબ ગરમીને કારણે આજે રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ ૪૧૭ લોકોની તબીયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર આપવાની ફરજ પડી હતી.

રાજ્યભરમાં આજે કુલ ૮૧ લોકો બેભાન થઇ ગયા હતા. સૌથી વધુ ૧૦૯ ફરિયાદો પેટના દુખાવાની આવી હતી. છાતીમાં દુખાવાની ૫૮, ચક્કર આવવાની ૪૮ ફરિયાદો મળી હતી. અમદાવાદમાં ગરમીને કારણએ પેટના દુખાવાની ૩૬, બી.પી.સંબંધીત સમસ્યાની ૫, છાતીમાં દુખાવાની ૧૬, નસકોરી ફૂટવાની ૨ અને ઉલટીના કુલ ૨૨ કેસો આવ્યા હતા.

તેવી જ રીતે રાજકોટમાં ૧૨, સુરતમાં ૨૪, વડોદરામાં ૧૩ કેસો ગરમીને લગતા આવ્યા હતા. નોંધપાત્ર છેકે ગઇકાલે રાજ્યમાંથી ગરમીને લગતા કેસોના કુલ ૭૬૧ કેસો ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાયા હતા. ગરમી વધવાની સાથે ગરમીને લગતા કેસો વધુ મોટી સંખ્યામાં આવવાની સંભાવના વચ્ચે ૧૦૮ના સ્ટાફને એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે. તો બીજી તરફ લોકોને પણ ગરમીમાં સાવચેત રહેવાની અપીલ કરાઇ છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WD1Jgp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages