આભવામાં ચોકી કરતા યુવાનોને પોલીસે ઝુંડી નાખતા મધરાતે મામલો બિચક્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

આભવામાં ચોકી કરતા યુવાનોને પોલીસે ઝુંડી નાખતા મધરાતે મામલો બિચક્યો


- આખુ ગામ ભેગું થઇ જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ગામમાં પહોંચી ગયો

- બે કલાક ચકમક ચાલ્યા બાદ પરિસ્થિતિ થાળે પડી

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 31 માર્ચ 2019, રવિવાર

ચોર્યાસીના આભવા ગામમાં બે બુટલેગરો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં ગામમાં પહોંચેલી પોલીસે ગામમાં ચોકી-પહેરો ભરી રહેલા યુવાનો જ જોયા મુકયા વગર ઝુંડી નાંખતા મામલો બિચક્યો હતો. અને મધરાતે આખુ ગામ ભેગું થઇ જતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ગામમાં પહોંચી ગયો હતો. બે કલાક સુધી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ચકમક ચાલ્યા બાદ પરિસ્થિતિ થાળે પડી હતી.

મગદલ્લા રોડ પર આવેલા આભવા ગામમાં બે બુટલેગરો વચ્ચે શનિવારની રાત્રીના ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડમાં કોઇએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેતાં પોલીસની ટીમ ગામમાં આવી હતી. અને ગામના પાદરે ચોરી અટકાવવા માટે પહેરો ભરતા ગ્રામના યુવાનોની બાઇકની ચાવી લઇને સીધું ઝુંડવાનું શરૂ કરતા મામલો બિચક્યો હતો. જેન પગલે મધરાતે એક વાગ્યાના અરસામાં ગ્રામજનોનું મોટું ટોળું ભેગુ થયું હતું.

અને પોલીસની કાર્યવાહી સામે ભારે વિરોધ કર્યો હતો. ગ્રામજનોનો આક્રોશ જોતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાફલા સાથે ગામમાં પહોંચી પરિસ્થિતિ થાળે પાડવાની કોશિષ કરી હતી.

મધરાતે બે કલાક સુધી ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક થયા બાદ પોલીસ ટીમે જે યુવાનોની બાઇકની ચાવી લીધી હતી, તે પરત આપી દીધી હતી. બે કલાક બાદ પરિસ્થિતિ થાળે પડી હતી. આ બનાવ અંગે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. દરમિયાન ગ્રામજનો સાથે ડીસીપી કક્ષાના અધિકારીની ડુમસ પોલીસમાં શાંતિ સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં સમાધાન થઇ ગયું હતુ.ં અને ગામમાં જે યુવાનો ચોકી-પહેરો ભરવાના છે, તેનું લિસ્ટ આપી દેવા જણાવ્યું હતું. જેથી કરીને બબાલ ના થાય.

પોલીસે ૨૩ બુટલેગરો સામે કાર્યવાહી કરી

આભવા ગામમાં મધરાતે થયેલા બનાવને લઇને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગામમાં બુટલેગરોની ફરિયાદ મળતા દરોડા પાડવા માટે જ ગયા હતા. ત્યારે ગામના પાદરે યુવાનો બેઠા હતા, તેઓ પહેરો ભરી રહ્યાં હતા તેની પોલીસ ટીમને ખબર નહીં હોવાથી વાતનું વતેસર થઇ ગયું હતું. જો કે પોલીસે રાત્રીના ૩ બુટલેગરો બાદ રવિવારે આભવા અને આજુબાજુના ગામોમાંથી ૨૩ બુટલેગરો વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JUy80k

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages