સુરત મ્યુનિ.ની મિલ્કત વેરામાં રેકર્ડ બ્રેક વસુલાતઃ1013 કરોડનો વેરો વસુલ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

સુરત મ્યુનિ.ની મિલ્કત વેરામાં રેકર્ડ બ્રેક વસુલાતઃ1013 કરોડનો વેરો વસુલ્યો


- સૌથી વધુ વેરા વસુલાત અઠવા ઝોનમાં જ્યારે સૌથી ઓછી વસુલાત સેન્ટ્રલ ઝોનમાંં થઈ ઃ મોડી રાત સુધી કર્મચારીઓની દોડતા રહ્યાં

(પ્રતિનિધિ  દ્વારા)  સુરત, તા. 31 માર્ચ 2019, રવિવાર

સુરત મ્યુનિ.ના કર્મચારીઓને માથે અન્ય કામગીરી તથા અન્ય પરિબળ છતાં આ વર્ષે મિલ્કત વેરા વસુલાતની કામગીરી રેકર્ડ બ્રેક કરીને ૧૦૧૩ કરોડનો વેરો મ્યુનિ.ની તિજોરીમાં જમા થઈ ગયો છે. શનિવાર સુધી વેરા વસુલાત ૧૦૦૦ કરોડને આંબે કે કેમ ? તે અંગે અનેક અટકળ થતી હતી પણ આજે રવિવારની રજા અને નાણાંકીય વર્ષના છેલ્લા દિવસે એક સાથે ૧૯ કરોડના વસુલાત થતાં મ્યુનિ.ના વેરા વસુલાતનો ટાર્ગેટ પહેલી વાર એક હજાર કરોડને પાર કરી ગયો છે.  

સુરત મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષમાં શહેરની વિવિધ મિલ્કતોમાંથી ૧૨૩૯ કરોડનો ટેક્સ વસુલવા માટેનો ટાર્ગેટ કર્યો હતો. બાકી એરિયસના કારણે મિલ્કત વેરા વસુલાતનો ટાર્ગેટ ૧૦૦૦ કરોડ થાય તેવી ગણતરી હતી. પરંતુ મ્યુનિ.ના કર્મચારીઓને સરકારની વિવિધ યોજનાઓમાં જોડી દેવાતા એક હજાર કરોડ સુધી પણ વસુલાત નહીં થાય તેવું લાગતું હતું. પણ રવિવાર અને નાણાંકીય વર્ષના છેલ્લા દિવસે ૨૪ કલાકમાં ૧૯ કરોડ રૂપિયાનો વેરો મ્યુનિ.ની તિજોરીમાં જમા થતાં મિલ્કત વેરાની વસુલાત રેકર્ડ બ્રેક ૧૦૧૩ કરોડની થઈ ગઈ છે.

મ્યુનિ.માં સૌથી વધુ વેરા વસુલાતમાં અઠવા ઝોન ૯૧.૧૧ ટકા સાથે તમામ ઝોનમાં પહેલા છે. જ્યારે સેન્ટ્રલ ઝોન(એ)માં સૌથી ઓછી વસુલાત ૫૬.૪૧ ટકાની થઈ છે. સેન્ટ્રલ ઝોન કોટ વિસ્તાર હોવાથી જુના મકાન, ભાડુઆત અને કબ્જેદાર વચ્ચેના કેસના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરા વસુલાતની કામગીરી નબળી જોવા મળી રહી છે.

બીજા ક્રમે વેરા વસુલાતમાં રાંદેર ઝોન ૮૯.૯૨ ટકાએ આવ્યો છે. નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ અને રવિવાર હોવા છતાં મ્યુનિ.ના તમામ સીટી સિવિક સેન્ટરમાં વેરા વસુલાતની કામગીરી મોડે સુધી ચાલુ રાખવામાં આવી હતી. જેથી મ્યુનિ.ના કર્મચારીઓ મોડી રાત સુધી કામગીરીમાં જોડાયેલા અને દોડતાં જોવા મળ્યા હતા.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Urdglm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages