અકોલામાં ખેડૂત પરિવાર પર મધમાખીનો હુમલોઃ એકનું મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

અકોલામાં ખેડૂત પરિવાર પર મધમાખીનો હુમલોઃ એકનું મોત

મુંબઈ, તા.31 માર્ચ 2019,રવિવાર

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના અકોટ ગામે ખેડૂત અને તેના પરિવારના સભ્યો ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક મધમાખીઓએ હુમલો કરતા એકનું મોત થયું હતું અને ત્રણને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકોટ તાલુકાના ઉમરા ગામે ખેડૂત પરિવાર ખેતીના કામમાં વ્યસ્ત હતો ત્યારે મધમાખીઓનું ઝુંડ તૂટી પડયુયં હતું. મધમાખીના ડંખની કાળી બળતરાને લીધે સહુએ ચીસાચીસ કરી મૂકી હતી. આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. મધમાખીના ઝેરી ડંખને લીધે લક્ષ્મણ પ્રહલાદ સુકોસે (૫૨) નામના ખેડૂતનું મૃત્યુ થયું હતું. જ્યારે તેના પરિવારની ત્રણ વર્ષની બાળકી સહિત ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થતા તરત તેમને રૂરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એવું જાણવા મળ્યું હતું કે શનિવારે સવારે સાડા દસના સુમારે સુકોસે કુટુંબ ખેતીનું કામ કરી ભોજન લેવા ઝાડ નીચે બેઠું હતું. એ વખતે કેટલાક વાંદરા ઝાડ ઉપર ઠેકતા ઠેકતા આવ્યા હતા અને મધપૂડાને છંછેડતા માખીઓ ઉડીને સુકોસે કુટુંબ પર તૂટી પડી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UoxE6N

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages