પરભણીમાં શિવસેનાના નગરસેવકની નજીવા કારણસર કરપીણ હત્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

પરભણીમાં શિવસેનાના નગરસેવકની નજીવા કારણસર કરપીણ હત્યા

મુંબઇ, તા.31 માર્ચ 2019,રવિવાર

પરભમીમાં નજીવા કારણસર શિવસેનાના નગરસેવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતક નગરસેવકનું નામ અમરદીપ રોડે છે. પરભણીના જાયકવાડી વસાહત પરીસરમાં બનેલી આ ઘટનાને પરીણામે ખળભળાટ મચી ગયો હતો. આ હત્યામાંના બન્ને આરોપી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

વિગતાનુસર પરભણીના વોર્ડક્રમાંક ત્રણના શિવસેના નગરસેવક રોડે આજે સવારે દસ વાગ્યે પાણીની સમસ્યાના નિરાકરણ માટે જાયકવાડી વસાહત પરીસરમાં આવ્યા હતા. અહીંની મહિલાઓને પાણી પુરવઠા બાબતે સમસ્યા હોવાથી તેમણે રોડેને ફોન કર્યો હતો. આ સમયે રોડેના બે સહયોગી રવિ ગાયકવાડ અને કિરણ ડાકેને આ વિસ્તારની અમુક સમસ્યા બાબતે રોડે સાથે વિવાદ થયો હતો.

આ વિવાદ વકરતા બન્ને વચ્ચે છૂટ્ટા હાથની મારા-મારી થઈ હતી. આ સમયે રવિ ગાયકવાડ અને કિરણ ડોકેએ રોડે પર કુહાડીના ઘા કર્યા હતા. હુમલાથી રોડે જમીન પર પડી ગયા હતા ત્યારે આ લોકોએ પાસેથી એક પથ્થર ઉપાડી રોડેના માથે ફટકાર્યોહતો જેમાં રોડેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

આ બનાવ બાદ બનનેઆરોપીઓ સામેથી નવામાઢા પોલી સ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આ બન્નેને અટકાયતમાં લીધો હતો. પોલીસે આ બન્નેને અટકાયતમાં લીધા હતા. ત્યાર બાદ તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રોડેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવને પરીણામે શહેરમાં તણાવ વ્યાપી ગયો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uDOccE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages