પ્રિયંકા અને નીક ખૂબ ખુશ છે... - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

પ્રિયંકા અને નીક ખૂબ ખુશ છે...


ન્યૂયોર્ક / મુંબઇ તા.9 એપ્રિલ 2019, મંગળવાર 

ઇન્ટરનેશનલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને એના પતિ તેમજ સાસરિયા વચ્ચે ખૂબ સારા સંબંધો છે. તાજેતરમાં ઊડેલી એ બંને વચ્ચે તિરાડ પડયાની વાતો ખોટી સાબિત થઇ હતી.

સોશ્યલ મિડિયા પર એક નાનકડી વિડિયો ક્લીપ વાઇરલ થઇ છે. એમાં એવું જોવા મળ્યું હતું કે પતિ પત્ની બંને સીડી ઊતરી રહ્યાં હતાં ત્યારે અચાનક પ્રિયંકા એક પગથિયું ચૂકી કે એના સેન્ડલ સ્લીપ થયાં એ ગબડી. પરંતુ એની સાથે રહેલા અને સતત સાવધ રહેલા નીકે એને પડતાં બચાવી અને ઝીલી લીધી.

સામાન્ય રીતે આવું થાય ત્યારે કોઇ પણ મહિલા સહેજ મુરઝાઇ જાય પરંતુ આ ક્લીપમાં પ્રિયંકા ખડખડાટ હસતી નજરે પડે છે કેમ જાણે નીકની સાવધતાની પરીક્ષા ન લીધી હોય ! 

આ વિડિયો ક્લીપ પ્રિયંકાના ફેન્સ તરફથી સોશ્યલ મિડિયા પર મૂકવામાં આવી હતી અને મૂકતાંની સાથેજ વાઇરલ થઇ હતી. થોડા દિવસ પહેલાં પ્રિયંકાએ જોનસ ભાઇઓનું સકર ગીત સોશ્યલ મિડિયા પર મૂક્યું હતું. એની સાથે ગીતના આરંભે ગોવિંદાનું મેરી પેન્ટ ભી સેક્સી ગીત જોડી દીધું હતું. આ બંને ગીતો હિટ નીવડયાં હતાં. પ્રિયંકાએ ગોવિંદાનું નામ પણ સાથે ટેગ કર્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UpiHlD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages