પાલનપુર,તા.10 એપ્રિલ 2019, બુધવાર
લોકસભા ૨૦૧૯ની ચુંટણી જાહેર થતા જ સરહદી બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહિવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસતંત્ર દ્વારા સઘન સુરક્ષાના પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં દેશી-વિદેશી ારૃની હેરાફેરી રોકવા તેમજ ગુનેગારોને જેલ ભેગા કરવા અને બિન અધિકૃત હથિયારો જપ્ત કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં પોલીસને વ્યાપક સફળતા સાંપડી છે. બનાસકાંઠામાં લોકશાહી ઢબે અને શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થાય અને લોકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા વિવિધ ગુનાના ૬૫ ગુનેગારોની જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમથી પાસા હેઠલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને આ પાસાના આરોપીઓને રાજ્યની જુદી જુદી જિલ્લા તેમજ મધ્યસ્થ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમજ ૬૩ જેટલા માથાભારે ગુનેગારોને બનાસકાંઠામાંથી હદપાર કરીને તડીપાર કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોય અહીંયા વદેશી દારૃની હેરાફેરીને રોકવા માટે પોલીસ દ્વારા આંતરરાજ્ય, આંતરજિલ્લા અને વિવિધ તાલુકાને જોડતી સરહદો ઉપર ચુંટણીલક્ષી ૪૩ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં તા.૧૦-૩-૧૯થી અત્યારસુધીમાં રૃ.૨,૭૭,૮૪૦ની કિંમતનો ૫૫,૨૫૧ લીટર દેશી દારૃ અને રૃ.૧,૨૫,૯૦,૩૫૬ની કિંમતનો ૭૭,૦૫૭ બોટલ વિદેશી દારૃ ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૃના બનાવોમાં રૃ.૧,૮૯,૩૮,૬૦૦ની કિંમતના ૯૬ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ ખાલી દારૃના બનાવોમાં જ પોલીસે રૃ.૩.૧૮ કરોડનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેને લઈ બુટલેગરો ભુગર્ભમાં ચાલ્યા ગયા છે. જોકે લોકસભા ચુંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુનેગારો સામે કડક હાથે કામ લેવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
એક મહિનામાં કરોડોનો દારૃ ઝડપાયો
લોકસભા ચુંટણીને લઈ બનાસકાંઠામાં પોલીસ દ્વારા દારૃ સહિતની હેરાફેરી રોકવા માટે જિલ્લાભરમાં હંગામી ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી છે. જેમાં એક મહિનાના ટુંકા ગાળામાં વિવિધ બનાવોમાં રૃ.૧,૨૮,૬૮,૧૯૬નો વિદેશી દારૃ ઝડપી પડાયો છે. તેમજ ૬ બિનઅધિકૃત હથિયાર કબજે કરાયા છે તેમજ ૬૩ ગુનેગારોને હદપાર અને ૬૫ આરોપીને પાસા હેઠળ જેલના હવાલે કરવામાં આવ્યા હોવાનું જિલ્લા પોલીસવડાની કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D2C9Kv
No comments:
Post a Comment