પાલનપુર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
ઉનાળાની શરૃઆત થતાં જ લોકો ઠંડુ પાણી વધુ પ્રમાણમાં પીતા હોય છે. ખાસ કરીને મોટાભાગે લોકો માટલાના પાણીનો આગ્રહ વધુ રાખતા હોય છે. કારણ કે માટલાનું પાણી સ્વાસ્થ્યપ્રદ હોય છે. જેના કારણે બજારમાં માટલાની માંગ પણ વધુ જોવા મળી રહી છે.
એપ્રિલ માસ એટલે ઉનાળાની શરૃઆત પરંતુ આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહથી જ ગરમીની શરૃઆત થઈ ગઈ હતી. બપોરના સમયે ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ જતા હોય છે. આકરા તાપમાં પોતાની તરસ છીપાવવા લોકો પાણી વધુ પ્રમાણમાં પીતા હોય છે અને તેમાં પણ જો માટલાનું પાણી મળી જાય તો આનંદ મળી જતો હોય છે. કારણ કે ફ્રીજના ઠંડા પાણી કરતા માટલાના પાણીથી તરસ જલદી છીપાવી શકાય છે અને માટલાનું ઠંડુ પાણી સ્વાસ્થ્યપ્રદ પણ હોય છે. જ્યારે ફ્રીજના પાણીથી થોડા સમય પછી ફરીથી શોસ પડતો હોય છે. જેને કરાણે ઉનઆળામાં મોટેભાગે લોકો માટલાનું પાણી પીતા હોય છે. માટલાના ઠંડા પાણીને કારણે માટલાની માંગ વધી જાય છે. હવે બજારમાં વિવિધ પ્રકારના જેવા કે દેશી માટી, ચીનાઈ માટી તથા સીરામીક માટીના માટલા મોટા પ્રમાણમાં બજારમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે નળ વાળા માટલાની માંગ પણ વધુ હોય છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VyfgFU
No comments:
Post a Comment