વિસનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
વિસનગર તાલુકાના ભાન્ડુથી સિધ્ધપુર હાઈવે સુધી ટેન્કરોમાંથી ઓઈલ ચોરી ગેરકાયદેસર વેચાણ કરવાનો મોટા પ્રમાણમાં કાળો કારોબાર ચાલે છે. વિસનગર પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી આધારે રેડ કરી ટેન્કરમાંથી દિવેલાનું કાચું તેલ કાઢતી ગેંગને રંગેહાથ ઝડપી પોલીસે ૩૫,૦૦૦ કિલો તેલ ભરેલ ટેન્કર સહિતનો કુલ રૃા. ૫૩,૭૬,૬૬૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ચાર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી..આઈ. પી. કે. પ્રજાપતિ એ.એસ.આઈ. રણજીતસિંહ પીથુજી, હેડ કોન્સ્ટેબલ વિક્રમગીરી ડાહ્યાગીરી, વનવિરસિંહ લાલસિંહ વિગેરે લોકસભાની ચૂંટણી અંતર્ગત નાઈટ પેટ્રોલીંગમાં ભાન્ડુ હાઈવે ઉપર ફરતા હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મરૃધર હોટલની બાજુમાં આવેલ બંધ પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાં રાજસ્થાનના રાજપૂત ગણેશજી ખુપસીંગ તથા રાજપૂત વેનસીંગ પ્રતાપસીંગ બન્ને ટેન્કરોના ડ્રાઈવરોનો સંપર્ક કરી, ટેન્કરોના વાલ ઉપરના સીલ તથા લોક તોડી મળતીયાઓ સાથે મળી ઓઈલ ચોરીનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો પોલીસને જોઈ અંધારામાં નાસી ગયા હતા. પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે ટેન્કરમાંથી એક બંધ બોડીની મહિન્દ્રા મેક્સીમો વાનમાં મુકવામાં આવેલ પ્લાસ્ટીકના કેરબામાં ઓઈલ કાઢવાનું ચાલુ હતું.
પોલીસે જે તે સ્થિતિમાં ત્રણ ઈસમોને ઝડપ્યા હતા. ટેન્કરના ડ્રાઈવરની પુછપરછ કરતા કાચુ તેલ જગાણા, તા. પાલનપુર પાટીયા પાસેથી ફેક્ટરીમાંથી ભર્યુ ંહતું અને વડોદરા લઈ જવામાં આવતું હતું. ટેન્કરોના ડ્રાઈવરોનો મોબાઈલ ઉપર સંપર્ક કરી ઓઈલ કાઢી કાળો કારોબાર કરતા ઝડપાયેલ રાજસ્થાનના વેનસીંગ રાજપૂતે પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું કે તેનો ભાગીદાર ગણેશજી રાજપૂત સાથે મળી આ ધંધો કરે છે.પોલીસે કુલ રૃા. ૫૩,૭૬,૬૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે રાજપૂત વેનસીંગ ઉર્ફે વિક્રમસીંગ મંગલસીંગ મૂળ રહે. પીથાખેડા, તા. રાયપુર, જિ. પાલી, રાજસ્થાન, ટ્રકનો ડ્રાઈવર દિલવાલ મનુભાઈ સબુરભાઈ પુનીયાભાઈ, મુળ રહે. ગોરીયા, તા. લીમખેડા, દાહોદ, મહિન્દ્રા મેક્સીમો મીની વાનનો ડ્રાઈવર ઠાકોર કરશનજી બાબાજી સુધાજી રહે. ડાભી, તા. ઊંઝા તથા વોન્ટેડ રાજપૂત ગણેશજી ખુમસીંગ ફુલેસીંગ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડક પુછપરછ થાય તો કાળા કારોબારનો પર્દાફાશ થાય
ભાન્ડુથી સિધ્ધપુર હાઈવે વચ્ચે ટેન્કરોમાંથી ઓઈલ, ડીઝલ, કેમિકલ કાઢવાનું, ચોરવાનું અને તેને વેચવાનો મોટા પ્રમાણમાં કાળો કારોબાર ચાલે છે. વિસનગર એસ.ટી. ડેપોમાં આવેલા ટેન્કરમાંથી ચોરાયેલા ડિઝલ, સિધ્ધપુર પાસે વેચવામાં આવ્યું હતું. પોલીસ સઘન તપાસ કર ેતો આ કાળા કારોબારનું આખું રેકેટ પકડાય તેમ છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VAAYsY
No comments:
Post a Comment