
- સિટીમાં આવા ૨૫૦૦ બાળકો હોવાનો અંદાજઃ વાલી-શિક્ષકોની જાગૃત્તિને કારણે ૨૩૦૦ બાળકો વિવિધ સ્થળે અભ્યાસ કરી રહયા છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
સામાન્યથી માંડીને ડિસેબલ બાળકો તમામને ભણવાનો અધિકાર હોવો જોઈએ તેમ છતાં અત્યાર સુધી જાગૃત્તિના અભાવે મંદ બુધ્ધિના બાળકો અભ્યાસથી વંચિત રહેતાં હતા અથવા તો અધુરૂ ભણતાં હતા. પરંતુ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ તથા શિક્ષકો અને વાલીઓમાં આવેલી જાગૃત્તિના કારણે આવા ખાસ બાળકો પણ સામાન્ય બાળકો સાથે શિક્ષણ લઈ રહ્યાં છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જુદી જુદી ખોડ ખાપણવાળા ૧૮૦૦ જેટલા બાળકો છે જેમાંથી ૪૦૦ બાળકો મંદ બુધ્ધિના છે. સામાન્ય બાળક સાથે મંદ બુધ્ધિના બાળકોને શિક્ષણ આપવા માટે ખાસ તાલિમ પામેલા શિક્ષકોની ૨૦૧૦થી ભરતી થઇ છે. કરવામાં આવી છે. આ અંગે સમિતિના દિપ્તીવોરા કહે છે, શિક્ષકોની મહેનત અને વાલીઓમાં આવેલી જાગૃત્તિના કારણે વધુને વધુ મંદ બુધ્ધિના બાળકોને અભ્યાસ માટે આવી રહ્યાં છે.
મંદબુધ્ધિના બાળકોના ઘરે જઈને વાલીઓનું પણ કાઉન્સીલીંગ થાય છે. આ ઉપરાંત સ્કુલમાં ફીજીયોથેરાપીસ્ટ તથા સાઈકોલોજીસ્ટ કાઉન્સીલીંગ કરે છે. શહેરમાં ૧૮ વર્ષ સુધીના ૨૫૦૦ જેટલા મંદ બુધ્ધિના બાળકો છે જેમાંથી મ્યુનિ.ની સ્કુલમાં ૪૦૦ તથા અન્ય ૧૨ જેટલી સંસ્થાઓ ચાલે છે તે મળીને ૨૩૦૦ જેટલા બાળકો અક્ષર જ્ઞાાન મેળવી રહ્યાં છે.
શાળામાં ૧૮ જેટલા શિક્ષકો જુદી જુદી ખામી ધરાવતા બાળકોને ભણાવે છે જેમંથી ૯ શિક્ષકો મંદ બુધ્ધિના બાળકોને ખાસ પ્રકારની તાલીમ આપીને અભ્યાસ કરાવે છે. સમિતિની શાળામાં શિક્ષણ વિના મુલ્યે મળતું હોવા ઉપરાંત સરકારી લાભો પણ મળતા હોવાથી વધુને વધુ મંદ બુધ્ધિના બાળકો શિક્ષણ માટે આવી રહ્યાં છે.
બાળકોને પગભર કરવા વિવિધ ચીજો બનાવવાની તાલીમ
શારીરિક માનસિક વિકલાંગ બાળકોને નોર્મલ બાળકો સાથે શિક્ષણ અપાય છે. તેમની અંદર રહેલી કલાને બહાર લાવવા રિસોર્સ સેન્ટર ચાલે છે. તેમને સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિવિધ પ્રકારની તાલીમ અપાય છે. તેમને પગભર કરવા રાખડી તેમજ વિવિધ ચીજો બનાવતા શીખવાડાય છે.
બાળકોએ વિદેશમાં સ્પેશીયલ ઓલમ્પીકમાં પણ મેડલ્સ મેળવી ડંકો વગાડયો છે
છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના કેટલાક બાળકો વિશ્વ કક્ષાએ પ્રસિધ્ધિ મેળવી ચુક્યા છે. મ્યુનિ.ની સ્કુલમાં અભ્યાસ કરતી તદ્દન સામાન્ય પરિવારની બિનીતા ભાજીવાલા જેના માટે પ્લેન સપનું જેવું હતું તે બોચી ગેઈમમાં ઓસ્ટ્રેલિયા રમવા ગઈ અને બ્રોન્ઝ મેડલ પણ જીતી આવી હતી. આ ઉપરાંત થોડા સમય પહેલાં મહાદેવ ટ્રસ્ટની સ્પેશીયલ બાળકોની સ્કુલમા અભ્યાસ કરતી અમિતા અગ્રવાલ અને સોનાલી ઠક્કર લોસ એન્જલસ ખાતે સ્પેશીયલ ઓલમ્પીકમાં વર્લ્ડ સમર ગેઈમમાં ગયાં હતા. સ્કેટીંગમાં અમિતાને સિલ્વર જ્યારે સોનાલીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WEirvO
No comments:
Post a Comment