વર્ષ 2018-19માં માત્ર 219 જહાજોનું અલંગમાં થયું વિસર્જન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

વર્ષ 2018-19માં માત્ર 219 જહાજોનું અલંગમાં થયું વિસર્જન


ભાવનગર, તા. 01 એપ્રિલ 2019, સોમવાર

ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ ગણાતા અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં મંદીના ડાકલા વાગ્યા હોય તેમ પૂર્ણ થયેલું નાણાંકીય વર્ષ 2018-19 અલંગ ઉદ્યોગ માટે છેલ્લા 10 વર્ષમાં સૌથી નબળું રહ્યું હતું. હાલની સ્થિતિ જોતા 1લી એપ્રિલથી શરૂ થયેલા નવા નાણાંકીય વર્ષમાં પણ અલંગ ખાતે શીપ ભંગાણનો વ્યવસાય તળિયે જ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એશિયાના સૌથી મોટા જહાજવાડા અલંગમાં નાણાંકીય વર્ષ 2018-19ના અંતે માત્ર 219 જહાજ ભંગાણ અર્થે આવ્યા છે. પાછલા એક દસકની વાત કરીએ તો ઓણ સાલ અલંગની આખરી સફરે આવ્યા હોય તેવા શીપની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે.

માર્ચ એન્ડ સુધીની સરેરાશ ગણીએ તો મહિના 18થી વધુ જહાજ અલંગ આવ્યા હતા. વર્ષ 2006-07 અને વર્ષ 2007-08માં ભયંકર મંદીને કારણે 136, 136 શીપે અલંગમાં આખરી પડાવ નાંખ્યો હતો. ત્યાર પછી પ્રથમ વખત એવું બન્યું છે કે જહાજનો આંકડો સવા બસોને પણ આંબી શક્યો નથી. હજુ આગામી નાણાંકીય વર્ષ પણ નબળું જ રહેશે તેવું જાણકારોએ એવી પણ શંકા વ્યક્ત કરી છે.

10 વર્ષમાં અલંગ આવેલા જહાજોની સંખ્યા
વર્ષ
સંખ્યા
2009-10
348
2010-11
357
2011-12
415
2012-13
394
2013-14
299
2014-15
275
2015-16
249
2016-17
259
2017-18
253
2018-19
219


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FI4vu8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages