અમદાવાદ,મંગળવાર
અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા નક્કી કરાયેલી ૨૦૧૮-૧૯ની ફાઈનલ ફી મુજબ જે વાલીએ ફી ભરી નથી તેમના બાળકોને આગળના વર્ષમાં ઉદગમ સ્કૂલ દ્વારા પ્રવેશ નહી આપવાની જાહેરાત કરી દેવાઈ છે.જેને લઈને કેટલાક વાલીઓમાં વિરોધ જોવા મળ્યો છે.જો કે ફી કમિટી દ્વારા સ્કૂલને ફી મુદ્દે સ્કૂલ પોતાની રીતે નિર્ણય કરી શકે છે અને આગળના ધોરણમાં પ્રવેશ રોકી શકે છે તેવી છુટ આપી દેતા ઉદગમ સ્કૂલ દ્વારા ૩૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરાય તેવી શક્યતા છે.
ઉદગમ સ્કૂલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ફી કમિટીને લેખિતમા રજૂઆત કરીને ફી મુદ્દે સ્પષ્ટતા માંગવામા આવી હતી.વાલીઓ અને ઉદગમ સ્કૂલ ફી મુદ્દે સામસામે આવી જતા સ્કૂલે ફી કમિટી અને ડીઈઓ સમક્ષ ફી ન ભરવા મુદ્દે વાલીઓ સામે શું નિર્ણય કરવો કે શું પગલા ભરવા તેની સ્પષ્ટતા માંગવામા આવી હતી.૨૦૦ જેટલા વાલીએ ફી ન ભરી હોવાની સ્કૂલે રજૂઆત કરી હતી. જે સંદર્ભે ફી કમિટી દ્વારા ઉદગમ સ્કૂલને પત્ર લખીને સ્પષ્ટતા કરવામા આવી છે કે ૨૦૧૮-૧૯ના વર્ષ માટે નક્કી કરાયેલી ફાઈનલ ફી મુજબ જો વાલી ફી ન ભરે અને ફાઈનલ ફીમાંથી થોડી ફી ભરવાની બાકી હોય તો સ્કૂલ વાલીને વારંવાર ફી ભરવા માટે સૂચના આપી ફરજ પાડી શકે છે અને ૨૦૧૯-૨૦ના વર્ષમાં પ્રવેશ આપતા પહેલા સ્કૂલ વાલી પાસેથી પુરી જ ફી લઈ શકે છે.આમ એક રીતે ફી કમિટીએ સ્કૂલોને નક્કી કરાયેલી પુરી ફી ન ભરવા મુદ્દે વાલી સામે પ્રવેશ રોકવા સહિતના પગલા લેવાની આડકતરી છુટ આપી દીધી છે.
મહત્વનું છે કે ફી કમિટીની આ છુટનો કેટલીક સ્કૂલો ગેરફાયદો પણ ઉપાડશે પરંતુ હાલ તો ફી કમિટીની મંજૂરી મળતા હવે ઉદગમ સ્કૂલ દ્વારા ધો.૧થી૯માં ૩૦ જેટલા વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ નહી અપાય.૨૦૦ જેટલા વાલીઓમાંથી મોટા ભાગના વાલીઓએ ફાઈનલ ફી ભરી દીધી છે અને હવે ૩૦ જેટલા વાલી દ્વારા ૧૦થી૨૦ હજાર સુધીની ફી શૈક્ષણિક વર્ષ પુરુ થઈ ગયા બાદ પણ ન ભરાતા સ્કૂલ દ્વારા પ્રવેશ રદ કરાશે.જેની સામે વાલીઓ પણ હવે ફી કમિટીમાં ફરિયા કરશે કે કેમ તે પ્રશ્ન છે.ફી કાયદાને લઈને અનેક અસ્પષ્ટતા તેમજ સુપ્રીમકોર્ટના ચુકાદાને લઈને અનેક અસ્પષ્ટતાઓ અને પ્રોવિઝનલ તથા ફાઈનલ ફી વચ્ચેની મુંઝવણોમાં હાલ હજારો વાલીઓ પીસાઈ રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uHk93C
No comments:
Post a Comment