લોકોનો મુડ મોદી સાથે છે, 2019માં મોદી જ વડાપ્રધાન બનશેઃબાબા રામદેવ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

લોકોનો મુડ મોદી સાથે છે, 2019માં મોદી જ વડાપ્રધાન બનશેઃબાબા રામદેવ


- રાહુલ ગાંધી અને પ્રિયંકા ચૂંંટણીમાં આવ્યા એટલે ચૂંટણી રસપ્રદ થશે પણ તેમનું જીતવાનું સપનું સાકાર નહી થાય, લોકો મોદી સાથે છે 

(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 31 માર્ચ 2109, રવિવાર

સુરતમાં પતંજલિ વસ્ત્રના લોન્ચીંગ માટે આવેલા યોગ ગુરૂ બાબા રામદેવે પતંજલિ વસ્ત્ર સાથે સાથે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું પણ જોરદાર માર્કેટીંગ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, લોકોની લહેર અને મુડ નરેન્દ્ર મોદી સાથે જ છે, તેથી ૨૦૧૯માં નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે. દેશ હિત અને દેશની સુરક્ષાના મુદ્દે લોકો મોદી સાથે છે અને ચૂંટણીમાં પણ રહેશે. 

સુરતના વરાછા વિસ્તારમાં પતંજલિ વસ્ત્રની શોપના ઉદ્દઘાટન માટે યોગ ગુરૂ બાબા રામ દેવ આવ્યા હતા. તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો કે, ૨૦૧૪ની ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી, ગરીબી, હિન્દુત્વ તથા વિકાસ મુદ્દા હતા તેનો હાલ ઉલ્લેખ નથી તો તે મુદ્દા બાજુએ મુકી દેવાયા છે? તેના જવાબમાં બાબાએ કહ્યું કે, આ મુદ્દાઓ તો છે જ અને તેનો ઉકેલ પણ લાવવો જરૂરી છે પરંતુ હાલમાં દેશની સુરક્ષા, રાષ્ટ્રવાદ, દેશના સ્વામાનનો મુદ્દો સૌથી મોટો છે. દેશ કોના હાથમાં સુરક્ષિત છે, તે લોકો જાણી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી  પ્રચાર કરી રહ્યાં છે તો શું ફેર પડશે? તેના જવાબમાં કહ્યું કે, તેમના ચૂંટણીમાં ઈન્વોલ થવાથી ચૂંટણી રસપ્રદ બનશે પણ તેમનું જીતવાનું સપનું સાકાર નહી થાય. કારણ કે દેશના લોકોને મોદી પર વિશ્વાસ છે, લોકોની લહેર મોદી સાથે છે અને ચૂંટણીમાં પણ રહેશે. ઉત્તર ભારત સહિત અનેક જગ્યાએ લોકો કહે છે, નીચલી કક્ષાએ કોઈને પણ મત આપીશું પણ સંસદમાં કોઈ પણ ઉમેદવાર હોય અમે મત તો મોદીને જ આપીશું. બ્લેક મનીના રૂપિયાના પ્રશ્ન અંગે કહ્યું કે, વિદેશમાંથી કાળુ નાણું પાછું લાવવાનો પ્રશ્ન હજી ઉભો છે પણ આ સરકારે આંતરિક ધંધાઓમાં રોકાયેલું કાળું નાણું બહાર કાઢ્યું છે, તેના કારણે ફાયદો થઈ રહ્યો છે. જીએસટી અંગે કહ્યું હતું કે, હજી કેટલીક જગ્યાએ ક્ષતિ છે, તેને સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ કાયદો લાંબા ગાળે લોકો માટે ફાયદા કારક જ છે. હિન્દુત્વના મુદ્દા અંગે જણાવ્યું કે, પહેલાની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો હિન્દુત્વને મજાક બનાવતાં પરંતુ હિન્દુસ્તાનમાં રાજ કરવું હોય તો હિન્દુત્વને બાજુએ મુકવું કોઈ પણ પક્ષને પોષાય તેમ ન હોવાથી હવે બધા જ ધીમે ધીમે હિન્દુત્વની વાત કરતાં થયાં છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષોના નેતાઓ મંદિરે દર્શન કરવાં જતાં થયાં તે તેનું ઉદારહણ છે.  

ચીનના સામાનનો લોકોએ સ્વયંભૂ બહિષ્કાર કરવો જોઇએ

યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું હતું કે, સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન આપવા સાથે સાથે ભારતમાં પાકિસ્તાનની વસ્તુની આયાત બંધ કરવા સાથે ચીનથી જે વસ્તુઓ આવે છે તેના પર ૧૦૦થી ૨૦૦ ટકા સુધીની ડયુટી કરી દેવી જોઈએ. આ ઉપરાંત લોકોએ પણ સ્વયંભૂ રીતે ચીનના માલનો બહિષ્કાર કરવો જોઈએ. આપણે ચીનનો સામાન ખરીદીએ છીેએ, તેનાથી તેઓ પાકિસ્તાનને અને સીધી આતંકવાદીઓને મદદ પહોંચે છે, તે પૈસાથી આપણા જવાનો સામે જ ગોળીઓ આવે છે તેથી ચાઈનાના સામાન ઉપર ડયુટી વધારવા સાથે લોકોએ પણ તેનો સ્વયંભૂ બહિષ્કાર કરવો જોઈએ. 

પતંજલિ બ્રાન્ડ થકી સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા પ્રયાસ

સુરતના વરાછા વિસ્તારમાં પતંજલિ બ્રાન્ડના પરિધાન વસ્ત્રનો શો રૂમ ખુલ્લો મુકતાની સાથે બાબા રામદેવે કહ્યું કે, વિદેશી બ્રાન્ડ કરતાં ત્રણ ગણા ઓછા ભાવે સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રાન્ડ થકી સ્વદેશીકરણને પ્રોત્સાહન આપાવમાં આવી રહ્યું છે. હાલમાં સુરતમાં એક સહિત દેશમાં ૮૦થી વધુ જગ્યએ આ પ્રકારના શો રૂમ ખુલ્લા મુકવામાં આવશે. કપાસના કોટનથી માંડીને બાંબુના કોટન સુધીની વેરાઈટી મળશે. આ ઉપરાંત આ શો રૂમમાં કપડાને પ્રોત્સાહન આપવ માટે રામ નવમી સુધી પ્રોડક્ટ પર ૨૦ ટકાની છુટ પણ આપવામાં ંઆવશે. પતંજલિના આ પ્રયાસના કારણે સ્વદેશી બ્રાન્ડને પ્રોત્સાહન મળશે અને સ્થાનિકોને રોજગારી પણ મળશે.

મહેબુબા મુફ્તિની ઓકાત શું છે ? તે રાજકારણમાં રહેવા બકબક કરે છે

૩૭૦ની કલમ રદ્દ કરવાના મુદ્દે કાશ્મીરના મહેબુબા મુફ્તિ સતત ધમકી આપે છે તે માટે શું કહેશો? તે પ્રશ્નના જવાબમાં બાબા રામદેવ આક્રોશપૂર્ણ કહ્યું કે, મહેબુબાની ઓકાત શું છે? તે રાજકારણમાં રહેવા માટે જેમ તેમ બકબક કરી રહ્યાં છે, તેમની ઓકાત કંઈ છે જ નહીં. એક દેશ અને એક કાનુન એતો હોવું જ જોઇએ, અને તે માટે મોદી સરકાર કામગીરી કરી રહી છે અને ભવિષ્યમાં તે કામગીરી કરશે તેવો વિશ્વાસ છે. 

ચોકીદાર ચોર નહીં શ્યોર છે

હાલમં ચોકીદાર ચોર છે અને મેં હું ચોકીદારનો મુદ્દો જોરશોરમાં ગાજી રહ્યો છે તે અંગે બાબા રામદેવને પ્રશ્ન પુછતાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશ માટે જે લોકો કામ કરે છે તે બધા જ ચોકીદાર છે તેમ કહી રાહુલ ગાંધીના ચોકીદાર ચોર છેના મુદ્દાની હવા કાઢી નાંખી છે. કોણ ચોર છે, કોણ ચોર નથી તે કહેવા કરતા વડાપ્રધાન મોદી શાહુકાર છે, ચોકીદાર ચોર નહીં શ્યોર છે તેમ કહીને તેઓએ મોદી વડાપ્રધાન બનશે તેમ કહ્યું હતું.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UgOUuM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages