
મહુવા, તા. 01 માર્ચ 2019, સોમવાર
મહુવા તાલુકાના ડુંડાસ ગામથી બીલડી ગામ સુધીના માર્ગનું કામ બે વર્ષ થવા છતાં લટકતુ રહેતા સાત ગામના લોકોને વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલી સહન કરવું પડે છે. જેથી આ અંગે તાકીદે પગલા ભરવા માંગણી ઉઠવા પામી છે.
આ બાબતે મળતી માહિતી અનુસાર બે વર્ષ પહેલા ડુંડાસથી બીલડી સુધીનો માર્ગ (પેવર રસ્તો) મંજુર થયો હતો અને સરકાર દ્વારા કોન્ટ્રાકટરને કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા આ માર્ગ પર માત્ર મેટલ અને કપચી પાથરીને આ માર્ગનું કામ અધુરુ મુકી દીધું છે જેથી આ ડુંડાસ ગામથી બીલડી, સમઢિયાળા, વાનગર, નાના મોટા પીપળા, અમૃતવેલ, માઢિયા ગામ પહોંચવા માટે અનેક મુશ્કેલી સહન કરવી પડે છે.
ખાસ તો આ ડુંડાસ ગામથી બીલડી ગામે 50 થી 60 વિદ્યાર્થીનીઓ અને 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓને આ માર્ગ પરથી પસાર થવાનું હોય છે. જેથી કપચી અને મેટલના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. પરંતુ વિદ્યાર્થીઓને આ માર્ગ સિવાય શાળાએ જવું તો ક્યાથી જવું તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની વિકાસની વાતો મોટા ઉપાડે કરે છે ત્યારે આવા મામુલી રોડ રસ્તાના કામો પણ પુરા કરી શકતી નથી. આ માર્ગ પર વાહન ચાલકોને મેટલ અને કપચીના કારણે વાહનોમાં અનેકવાર પંચરો પડે છે જેથી તેની કિંમત પણ ચુકવવાનો વખત આવ્યો છે.
આ ડુંડાસથી બીલડી જવા માર્ગ પર દરરોજનું 2000 જેટલા વ્યક્તિનું અવરજવર હોય છે. છતાં પણ અધીકારીઓ અને કોન્ટ્રાકટરોને લોકોની મુશ્કેલી દેખાતી નથી. ગ્રામ્ય લોકો દ્વારા સરકારી અધીકારીઓને અને કોન્ટ્રાકટરોને અનેકવાર રજુઆત કરેલ છતાં પણ આ પ્રશ્નનું નીરાકરણ આવતું નથી ખાસ કરીને આ ગામના દર્દીને ડીલેવરીના સમયે દવાખાના સુધી પહોંચાડતા અનેક મુશ્કેલી સહન કરવી પડે છે. ત્યારે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે જો વહેલી તકે આ માર્ગનું કામ શરૃ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરશે અને સમપૂર્ણ ગામવાસીઓ ચુંટણીનો બહિશકાર કરશે તેવી ચીમકી આપી હતી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U6XbC6
No comments:
Post a Comment