
નવી દિલ્હી, તા. 29 માર્ચ 2019, શુક્રવાર
દુનિયાના ઘણાં દેશોમાં ચીનનો કનેક્ટિવિટી પ્રોજેક્ટ તે દેશો માટે આર્થિક સહયોગ ઓછો અને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો વધારે છે. જ્યારે પેઇચિંગ બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યું છે ત્યારે તે સમયે અમેરીકાના વિદેશમંત્રી માઇક પોંપિયોએ આ વાત કરી છે.
BRIને વન બેલ્ટ વન રોડ પણ કહેવામાં આવે છે. ચીનનો દાવો છે કે, આ પ્રોજક્ટ એશિયા, આફ્રિકા, ચીન અને યૂરોપ વચ્ચે કનેક્ટિવીટી વધારશે. પોમ્પીયોએ ચેતવણીના સ્વરમાં કહ્યું કે, ચીનનું આ પગલું અમેરીકા, તેના મિત્ર અને સહયોગીઓ માટે ખતરો છે.
તેમણે કહ્યું કે, તેઓ દક્ષિણ ચીન સાગરમાં તે માટે આગળ નથી વધતા કારણ કે તેમને નેવીગેશનની આઝાદી જોઇએ છે. દુનિયાભરમાં પોર્ટ બનાવવા પાછળ તેમનો હેતુ સારા શિપ બિલ્ડર બનવાનો નથી પરંતુ તેના ઘણા પગલા સંબંધિત દેશો માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા છે. દુનિયા આ ભયથી જાગૃત થઇ રહી છે. મને લાગે છે કે, વિશેષપણે એશિયા તથા દક્ષિણ પૂર્વિય એશિયા આ ભયને લઇને જાગૃત થઇ રહ્યાં છે અને મને આશા છે કે વિદેશ મંત્રાલય તે સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે કે ચીનની આ ગતિવિધીઓમાં સામેલ થવુ વધારે કઠીન થઇ જશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uzvseg
No comments:
Post a Comment