એરસ્ટ્રાઇકનું સત્ય છૂપાવવા પાકનો પેંતરો, મહિના બાદ મીડિયાને સ્થળ બતાવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

એરસ્ટ્રાઇકનું સત્ય છૂપાવવા પાકનો પેંતરો, મહિના બાદ મીડિયાને સ્થળ બતાવ્યું


નવી દિલ્હી, તા. 29 માર્ચ 2019, શુક્રવાર

પાકિસ્તાનમાં સ્થિત આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકનું સત્ય છૂપાવવા પાકિસ્તાને નવો પેંતરો અપનાવ્યો છે. સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે બાલાકોટ એરસ્ટ્રાઇકના એક મહિના બાદ પાકિસ્તાની સેના મીડિયાને તે સ્થળ પર લઇ ગઇ છે. પાકિસ્તાની સેનાએ પોતાના 8 પત્રકારોને હવાઇ હુમલાવાળી જગ્યાએ લઇ ગઇ અને તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે ત્યાં કોઇ નુંકસાન થયું નથી.

સુત્રો પ્રમાણે લગભગ 10 થી 3 વાગ્યા સુધી પાકિસ્તાનની સેનાએ પોતાના પસંદગીના 8 મીડિયાના લોકોને બાલાકોટ કેમ્પમાં લઇ ગઇ. પાકિસ્તા સેનાએ પોતાના મીડિયાના લોકોને જે જગ્યા દેખાડી ત્યાં પાકિસ્તાનના ફ્રિટિયર કોર્પના 100થી વધારે કમાન્ડો તૈનાત હતા અને સમગ્ર વિસ્તાર તોરપોલીનથી કવર કરેલો હતો. એટલે કે, પાકિસ્તાનની સેનાએ પોતાના મીડિયા માત્ર તે જ દેખાડ્યું જે તેઓ દેખાડવા માંગતા હતા.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V5o59Q

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages