ફક્ત વાર્તા નહીં પરંતુ અહીં ખરેખર ઉગેલું છે પૈસાનું ઝાડ, જાણો હકીકત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

ફક્ત વાર્તા નહીં પરંતુ અહીં ખરેખર ઉગેલું છે પૈસાનું ઝાડ, જાણો હકીકત


નવી દિલ્હી, 29 માર્ચ 2019, શુક્રવાર

'પૈસા ઝાડ પર નથી ઉગતા' આ વાત તમે અનેકવાર સાંભળી હશે. પરંતુ જો તમને જાણવા મળે કે ખરેખર દુનિયામાં એવું ઝાડ છે જેના પર પૈસા ઉગે છે તો ? આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં પૈસાનું ઝાડ ખરેખર જોવા મળે છે. 

આ ઝાડ બ્રિટનમાં આવેલું છે. પીક ડિસ્ટ્રિક્ટમાં આવેલું આ ઝાડ સિક્કાથી છલોછલ ભરાયેલું છે. આ ઝાડ 1700 વર્ષ જુનું છે અને આ ઝાડ પર પૈસા ઉગ્યા નથી પરંતુ તેના પર અનેક સિક્કા જડાઈ ગયા છે. આ ઝાડના કારણે આ ગામ એક પ્રખ્યાત ફરવાનું સ્થળ બની ગયું છે. અહીં લોકો મોટી સંખ્યામાં આ ઝાડ જોવા આવે છે. આ ઝાડ પર લોકો સિક્કા પણ લગાવે છે. 

આ ઝાડમાં હવે કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં સિક્કો લગાવેલો ન હોય. આ ઝાડને લઈ લોકો અલગ અલગ માન્યતા ધરાવે છે. લોકો માને છે કે આ ઝાડ પર સિક્કો લગાવવાથી મનની ઈચ્છા પૂરી થાય છે અને સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે. કેટલાક લોકો માને છે કે આ ઝાડમાં કોઈ શક્તિનો વાસ છે. 

નાતાલના સમયે અહીં લોકો મીઠાઈ અને ગિફટ્સ પણ રાખે છે. પ્રેમી જોડી અહીં ખાસ આવે છે અને ઝાડ પર સિક્કા લગાવે છે. આ ઝાડ એવું છે કે જેના પર દુનિયાના દરેક દેશના સિક્કા લાગેલા જોવા મળે છે. તેમાં સૌથી વધારે સિક્કા યૂકેના છે. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OAudVd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages