SSC અને HSCની પરીક્ષાને અનુલક્ષી સ્થળ સંચાલકોની રહેશે વિશેષ જવાબદારી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

SSC અને HSCની પરીક્ષાને અનુલક્ષી સ્થળ સંચાલકોની રહેશે વિશેષ જવાબદારી


ભાવનગર, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં યોજાનાર ધો. 10-12ની પરીક્ષાને અનુલક્ષી તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરાય છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ પરીક્ષાને લઇ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે પરીક્ષાના સ્થળ સંચાલકોને પુરતી માહિતી આપવા તાજેતરમાં કેમ્પ યોજાયો હતો અને બેઠક વ્યવસ્થાથી લઇ પેપર સેટીંગ, ગેરરીતિ, સમય મર્યાદા સહિતની બાબતોએ વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતુ અને પરીક્ષાના આગલા દિવસે બપોરે 2.30 થી 5 દરમિયાન બેઠક વ્યવસ્થા વિદ્યાર્થી જોઇ શકે તેવી વ્યવસ્થા કરવા સુચના અપાઇ છે.

આગામી તા.7 માર્ચથી ધો.10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઇ રહ્યો છે જેના અનુસંધાને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી માંડી પરીક્ષાના સુચારૂ આયોજન માટે શિક્ષણ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કઢાયો છે ત્યારે આગામી પરીક્ષામાં ખરા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે હેતુ નિયમોની કડક અમલવારી બોર્ડ દ્વારા સુચવાઇ છે અને સ્થળ સંચાલકો અને નિરીક્ષકોને ખાસ સુચનો કરાયા છે.

વારંવાર પાણી પીવાના બહાને વિદ્યાર્થી બહાર જઇ ગેરરીતિ આચરવાની ઘટના પ્રકાશમાં આવતા વર્ગખંડમાં જ પાણીની વ્યવસ્થા કરવા સુચના અપાઇ છે અને બોર્ડ દ્વારા પાણી ખર્ચ પેટ 10 બ્લોકે 200, 15 બ્લોકે 300 અને 20 બ્લોકે 400 પરીક્ષાના દિવસ દીઠ નિશ્ચિત કરાયા હોવાનું જણાયું છે તો લહિયા રાખનારને 30 મીનીટની છુટ અપાય છે. સાથોસાથ પ્રશ્નપત્રનું પાર્સલ ખોલવા અંગે પણ પારદર્શીતા જાળવવા CCTV કેમેરાની સામે પરીક્ષાના ૧૫ મીનીટ પૂર્વે સરકારી પ્રતિનિધિની હાજરીમાં કોલવા જણાવાયું છે અને પરીક્ષા શરૂ થયાના 30 મિનીટ બાદ વધેલા પ્રશ્નપત્રો દરેક બ્લોક સુપરવાઇઝરે જે-તે પ્રશ્નપત્રના કવરમાં મુકી પેક કરી સીલ મારી સુપ્રત કરવા જણાવાયું છે.

કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરેલ હોલટિકિટ જે સેશનની પરીક્ષા વખતે રજૂ ન કરે તેને પ્રવેશ આપી શકાય નહીં પરંતુ ખોવાઇ ગયેલ અથવા ફાટી ગયેલ હોય અને પરીક્ષાર્થી પ્રવેશપત્ર રજૂ ન કરી શકે અથવા અધુરી વિગતવાળી પહોંચ રજૂ કરે તો તે કારણે તેમનું સહિ સાથેનું લેખીત નિવેદન લઇ બોર્ડ તરફથી મળેલ માહિતીના આધારે ચકાસણી કરી સાચી ઓળખની ખાતરી કરી તેમને કામચલાઉ પરવાનગી આપવા જણાવાયું છે. આ ઉપરાંત ગેરરીતિ અંગે ચાલુ વર્ષે બોર્ડ દ્વારા વધુ કડક કાર્યવાહી અને જાગૃતતા દર્શાવી હોવાનું જણાય છે.

CCTVમાં પરીક્ષા પહેલા અને પછીની ૧૫ મિનીટનું સળંગ રેકોર્ડીંગ કરાશે

પરીક્ષા શાંતિમય માહોલમાં લેવા બોર્ડ દ્વારા પૂરતા પ્રયત્નો હાથ ધરાય છે તેમ છતાં ગેરરીતિના કેસો સામે આવતા જ રહ્યા છે ત્યારે CCTV કેમેરાથી ચોરીનું પ્રમાણ ઘણુ ઘટયું છે. જોકે ગત વર્ષે કેટલાક કેન્દ્રો પર કેમેરાના રેકોર્ડીંગ સાથે છેડછાડ થયાની ફરિયાદો ઉઠી હતી અને સીડીના નિરીક્ષણ બાબતે પણ સવાલો ઉઠયા હતા ત્યારે હાલમાં મળેલ બેઠકમાં વર્ગખંડના કેમેરા સ્પષ્ટ દેખાય અને સમગ્ર ક્લાસને આવરી લે તેવી રીતે ગોઠવવા સુચના અપાઇ હતી.

સાથોસાથ બાજુની દિવાલ પર બ્લોક નંબર દર્શાવતો કાગળ લગાડવા અને કેમેરાની સામે સ્ટાન્ડર્ડ સમય મેળવેલી ઘડિયાળ ગોઠવવા જણાવાયું હતુ અને પરીક્ષા બાદ તેની બે કોપીમાં ડીવીડી બનાવી એક બોર્ડને અને એક ડીઇઓને ઝોનલ દ્વારા મોકલવા જણાવ્યું હતુ તો ગત વર્ષોમાં માત્ર પરીક્ષાના જ ફુટેજ મોકલાયા હતા. જ્યારે આ વર્ષે પરીક્ષા શરૃ થતાના પૂર્વે 15 મિનીટનું અને 15 મિનીટ પરીક્ષા પૂર્ણ થયા બાદ સુધીનું સળંગ રેકોર્ડીંગ કરવાનું રહેશે.

કેટલીક શાળાઓને ફર્નિચરના બિલો નહીં ચુકવાતા અસંતોષ

બોર્ડની પરીક્ષા દરમિયાન શહેર જિલ્લામાં ફાળવાતા વિવિધ કેન્દ્રો અને બિલ્ડીંગોમાં વ્યવસ્થા ગોઠવાની હોય છે પરંતુ ઘણી ગ્રામ્ય પંથકની શાળામાં પુરતા ફર્નિચરનો (બેંસીસ)નો અભાવ વર્તાય છે અને આ માટે બોર્ડની જોગવાઇ મુજબ લઘુતમ રકમ જે તે વ્યવસ્થા કરનાર શાળા સંચાલકને નિયત સમયમાં રજૂઆત કર્યે ચુકવાય તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે પરંતુ ગત વર્ષની પરીક્ષા દરમિયાન કેટલીક શાળા દ્વારા ફર્નિચર હેરફેર કે વ્યવસ્થા ખર્ચ કર્યા બાદ પણ તેને તેના નાણાં ચુકવાયા ન હોવાનો કકળાટ તાજેતરમાં સંચાલકોની મળેલ બેઠકમાં જણાયો હતો. વિદ્યાર્થીઓની સુવિધા માટે શાળામાં પુરતા ફર્નિચરની વ્યવસ્થા અંગે માત્ર સુચના આપવાથી કામ થતુ નથી તેવો ગણગણાટ સંચાલકોમાં થતો હતો.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EDP077

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages