સેનાનો આદેશ આવે તો ભાવનગરના માજી સૈનિકો તમામ મદદ કરવા માટે તૈયાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

સેનાનો આદેશ આવે તો ભાવનગરના માજી સૈનિકો તમામ મદદ કરવા માટે તૈયાર


ભાવનગર, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર

ખબર પડી છે એટલી કે મા ભોમની હાકલ પડી છે. પંક્તિને સાર્થક કરવા ભાવનગરના માજી સૈનિક સંગઠને પણ તૈયારી દર્શાવી છે. અને જો સેનાનો આદેશ આવે તો પોતાની ક્ષમતા અને આવડત પ્રમાણે જે કાંઇ મદદરૃપ થવાય તે કરવા તત્પરતા દર્શાવી છે.

ભારતીય બોર્ડર પર પાકિસ્તાનની નાપાક કરતુત નો ભારતે જબરદસ્ત વળતો જવાબ અપાયો છે. અને પાકિસ્તાન તરફથી પણ ગોળીઓ ચલાવાઇ રહી હોય યુધ્ધ જેવી સ્થિતિનું નિર્માણ બોર્ડર પર થયુ છે ત્યારે આખો દેશ વિરજવાનોની પડખે ઉભો રહેવા તત્પરતા બતાવી છે. ભાવનગરમાં ૫૦૦ સભ્યોય સાથે ચાલતા માજી સૈનિક સંગઠને પણ આદેશ આવ્યે પોતાની કાબેલીયત પ્રમાણે મદદરૃપ થવા તૈયારી દર્શાવી છે.

૧૯૯૮માં ભાવનગરમાં માજી સૈનિક સંગઠન કાર્યરત છે. અને વેલફેર પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યું છે. સંગઠનના પ્રમુખ એમ.કે. શર્માએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇન્ડીયા દ્વારા કરાયેલી શરૃઆત જરૃરી હતી અને સારી થઇ છે. અને આવતા દિવસોમાં પરિસ્થિતિ તંગ થાય અને જો સેનાના હાઇ કમાન્ડનો આદેશ આવે તો હંમેશા માજી સૈનિક સંગઠન તૈયાર છે અને બંધાયેલ છે. જેઓ પોતાની આવડત પ્રમાણે મદદરૂપ થશે.

આ ઉપરાંત 71મી પૂર્વી પાકિસ્તાન(બાંગ્લાદેશ)ની લડાઇમાં ભાવનગરના અનિરૂધ્ધસિંહ રાણા, બલવંતસિંહ એમ. પરમાર, એમ.કે. શર્મા અને કનુભા વી. ગોહિલએ તે સમયે પુરા જસ્સા સાથે વોરમાં ભાગ લીધો હતો. જેઓનો જુસ્સો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાવનગરના યુવાનો મીલીટ્રીમાં વધુમાં વધુ જોડાય તે હેતુ તેઓને પુરતુ માર્ગદર્શન આપવા પણ આયોજન કરાયું છે. જેને આગામી દિવસોમાં ઓપ અપાશે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VsQGWm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages