કાળિયાબીડની એક શાળાના 22 વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર બગદાણા આવ્યુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

કાળિયાબીડની એક શાળાના 22 વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર બગદાણા આવ્યુ


ભાવનગર, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર

આગામી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આવી ગયા બાદ શહેરના કાળિયાબીડની વિદ્યાધિશ સ્કૂલના 22 જેટલા વિદ્યાર્થીઓના બેઠક નંબર બગદાણા આવતા વિદ્યાર્થી અને વાલીઓ અવાક બની ગયા હતા અને શાળાના સંચાલકો પણ દોડતા થયા હતા.

સામાન્યતઃ ઓક્ટો.-નવેમ્બરમાં પરીક્ષા ફોર્મ ભરવાના હોય છે જે શાળા કક્ષાએથી ભરાતા હોય છે જેમાં માર્કશીટ, વિષય, વિદ્યાર્થીનું નામ, સરનામુ, જન્મ તારીખ અને શાળાની વિગત માટે ઇન્ડેક્ષ નંબર નાખવાનો હોય છે જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલમાં જ બોર્ડ દ્વારા હોલ ટિકિટનું વિતરણ કરાયું હતુ.

જ્યારે વિદ્યાર્થીઓને આ હોલ ટિકિટ હાથમાં આવ્યા બાદ ખબર પડે કે પોતાનો નંબર કઇ શાળામાં આવ્યો છે. શહેરના કાળિયાબીડ વિદ્યાધિશ સ્કૂલના 22 જેટલા વિદ્યાર્થીઓના નિયમ મુજબ અને સમયસર ફોર્મ ભર્યા હોવા છતાં હોલ ટિકિટમાં બેઠક વ્યવસ્થા બગદાણા લખાઇને આવતા વિદ્યાર્થી અને વાલીઓ મુંઝવણમાં મુકાયા હતા. જે અંગે શાળાને જાણ કરતા શાળા કક્ષાએથી ગાંધીનગર રૂબરૂ ધક્કો ખાઇ આવ્યા છે અને ત્યાંથી પણ શક્ય તેટલા પ્રયત્ન કરશું તેવી સાંત્વના મળી છે.

જોકે, આ મામલે આજે DEO કચેરીએ પણ શાળા સંચાલકો દ્વારા લગત કાર્યવાહીની અપેક્ષાએ રજૂઆત કરવા દોડી ગયા હતા. ભુલ થઇ છે તે ચોક્કસ છે પણ કોની તે અંગે હજુ મગનું નામ મરી કોઇ પાડતું નથી.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vuptmp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages