નવી દિલ્હી, તા. 25 માર્ચ 2019, સોમવાર
લોકસભા ચૂંટણી પહેલા આવક કરતા વધુ સંપત્તિ મામલે યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવની મુશ્કેલી વધી શકે છે.
રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટીસ પાઠવી બે અઠવાડિયામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
કેસમાં આગામી સુનાવણી 2 અઠવાડિયા બાદ હાથ ધરાશે. અરજીમાં સીબીઆઇને કોર્ટમાં પોતાની તપાસનો રિપોર્ટ રજૂ કરવાની માગ કરવામાં આવી છે.
અરજદારે 2005માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઇને મુલાયમ, અખિલેશ તેમની પત્ની ડિમ્પલ અને પ્રતીક યાદવની સામે ભ્રષ્ટાચાર વિરોધી એક્ટ અંતર્ગત કેસ ચલાવવા માગ કરી હતી.
આ તમામ સામે પોતાની વગનો દુુરૂપયોગ કરી આવક કરતા વધુ સંપત્તિ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે એક માર્ચ 2007ના રોજ સીબીઆઈને આરોપની તપાસ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો કે અજદારે સપા સામે કરેલા આરોપો સાચા છે કે નહીં.
વર્ષ 2012માં કોર્ટે મુલાયમ, અખિલેશ અને પ્રતીકની પુનર્વિચારની અરજી નકારી કાઢી હતી. જોકે, કોર્ટે ડિમ્પલ યાદવની અરજી મંજૂર રાખી હતી અને સીબીઆઇને તેમની સામે તપાસ રોકવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે તે સમયે કહ્યું હતું કે ડિમ્પલ કોઇ સાર્વજનિક પદ પર નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uqSOT4
No comments:
Post a Comment