નવી દિલ્હી, તા. 25 માર્ચ 2019 સોમવાર
સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી સાંસદ રહી ચૂકેલી અભિનેત્રી જયા પ્રદા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે.
જયા પ્રદાના નજીકના વર્તુળ કહે છે કે તેઓ બીજેપીની ટિકિટ પરથી રામપુર બેઠક પરથી ઉમેદ્દવાર બની શકે છે. આ બેઠક પરથી અગાઉ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી સાંસદ રહી ચૂક્યાં છે.
જયા પ્રદાને અમર સિંહ સપામાં લઇ આવ્યાં હતા. ત્યાર બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને જયા પ્રદાને રામપુરથી સાંસદ બનવવામાં મદદ કરી હતી.
જોકે, આ વખતે લોકસભા ચૂંટણીમાં સપાએ આઝમ ખાનને રામપુરની બેઠકની ટિકિટ આપી છે. એવામાં જો જયા પ્રદા બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડે છે તો તેમની આઝમ ખાન સાથે સીધી ટક્કર થશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oo6VSy
No comments:
Post a Comment