
ભાવનગર, તા. 29 માર્ચ 2019, શુક્રવાર
ભાવનગર RTOમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને મોટા ભાગના કામો જવાબદાર અધિકારીને જે કરવાના હોય તે ત્રાહિત વ્યક્તિ દ્વારા થતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે.
સાથ કહું છું કે ભાવનગર RTO ઓફિસમાં ઇન્સ્પેક્ટરો દ્વારા ત્રાહિત વ્યક્તિઓ પાસે સરકારી કામો કરાવી રહ્યા છે. પોતાની અંગત આવકો ઉભી કરવા માટે આવા માણસો સાથે રાખી સરકારી કામોમાં ગેરરીતિ કરવામાં આવે છે. નવા વાહનો જોવા, સરકારી રજીસ્ટરમાં ફોમની નોંધણી કરવા માટે ટી.ઓ., ટી.ટી.ઓ, રીપાસીંગ વગેરે કામો માટે સીધો જ જે-તે માણસોને મળો આવા જવાબો આપવામાં આવે છે તો શું તમામ કામગીરી આવા તત્વો પાસે કરાવીને પોતાને ફક્ત સાંજે રૂપિયા ગણવા સિવાય બીજા કોઇપણ કામ જ નહીં કરવાના નવા વાહનો પા કરવાના 50 થી માંડીને 5000 રૂપિયા સુધીના તથા રીપાસીંગમાં 100 રૂપિયાથી માંડી 3000 રૂપિયા રોજ વાહન દીઠ ઉઘરાવવા અને રીપાસીંગ તથા પૈસા કમાવવાના ખાનગી કામો તથા ચેકિંગ માટે સરકારી બોલેરોનો ઉપયોગ પણ આવા તત્વો સાહેબોની ગેરહાજરીમાં કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
કોઇપણ કામ પૈસા વગર કરવામાં આવતા નથી. ધક્કો ખવરાવે છે તથા રીપાસીંગના વાહનો જોવા કે રીપાસીંગ મેમા બનાવી જે વ્યક્તિ RTOમાં નોકરી પણ નથી કરતા તેવા લોકો પાસે જવું પડે છે. આમ ઇન્સ્પેક્ટરો પોતાના બધા કામો ત્રાહિત માણસો પાસે કરાવે છે. RTO કચેરીમાં સીસીટીવી કેમેરા લાગેલા છે છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કલાર્કના ટેબલ ઉપર બીજા ત્રાહિત માણસો બેસી બધી કામગીરી કરે છે છતાં કોઇપણ પ્રકારનો વાંધો નથી તો શું સમજવું ?
શાળામાં શિક્ષક જ ભણાવવાનું કાર્ય કરે છે, પોલીસ જ આરોપીને પકડે છે તો આ કચેરીમાં પોતાનું કામ અન્ય વ્યક્તિ પાસે કેમ કરાવાય છે. શું આ બાબતથી સ્થાનિક અધિકારી અજાણ છે ? શું ઉપર ગાંધીનગર બેઠેલા બાબુઓ અજાણ છે ? તેવા સવાલો પણ સંકુલમાં ચર્ચાઇ રહ્યા છે. અગાઉના કાર્યકાળમાં આચરેલા કૌભાંડો છાપરે ચડીને પોકાર્યા છે છતાં આ મોટા કોળીયા જમી જનારા સામે પગલા લેવામાં તંત્ર વામણુ પુરવાર થયું છે. એક સમયે કલેક્ટરે અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પાબંધી લગાવી જાહેરનામુ બહાર પાડયું હતુ.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U5zrP0
No comments:
Post a Comment