મહુવાના લોકો PIની સાથે, અસામાજીક તત્વો સામે કડક હાથે કામ લેવા કરી રજૂઆત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

મહુવાના લોકો PIની સાથે, અસામાજીક તત્વો સામે કડક હાથે કામ લેવા કરી રજૂઆત


મહુવા, તા. 29 માર્ચ 2019, શુક્રવાર

મહુવાના PI મિશ્રા સામે જુગાર મામલે ઝડપાયેલા આરોપીએ માર માર્યો, નાણા માગ્યાનો આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. આ ફરિયાદમાં સાચું જે હોય તે પરંતુ લોકો PIની સાથે છે અને આવેદન આપી અધિકારીની તરફેણમાં રજૂઆત કરી છે. વધુમાં અસામાજીક તત્વોને બરોબર પાઠ ભણાવવા પણ જણાવ્યું છે.

મહુવા શહેરમાં ગત તા.23નાં રોજ રાત્રીનાં સમયેથી શખસોને જુગાર રમતા જુગારધારાની કલમ નીચે ઝડપી લઇ કાર્યવાહી કરાઇ હતી અને બાદ તેજ રાત્રિના આ શકુનીઓને મહુવા પોલીસ મથકે જેલ હવાલે કરાયા હતા. બાદ બે ચાર દિવસ બાદ આ 11 જુગારીમાંથી અમુક જુગારીઓએ જિલ્લા પોલીસ વડાને એવી ફરિયાદ કરી હતી કે અમો 11 શખસોને પોલીસ ઈન્સપેક્ટર મીશ્રાએ નશો કર્યાની હાલતે અમને ઢોર માર મારેલ અને અમારી પાસેથી એક લાખ દસ હજારની માગણી કરેલ અને જો તમે પૈસા નહિ આપો તે વધુ કાયદા હેઠળ તમારા પર ગુન્હો નોંધાશે અને આ સમગ્ર ઘટના સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મહુવા શહેર અને તાલુકાની પ્રજાએ જાહેરમાં આવી ગાંધીબાગ ચોક ખાતે એકત્રીત થઇ અને કાયદો વ્યવસ્થા જાળવનાર આવા પી.આઇ. મીશ્રાની સાથે જ રહીશુ તેવું જણાવ્યું હતું.

બાદમાં મહુવા શહેરમાં લોકો, રાજકીય આગેવાનો, સામાજીક ટ્રસ્ટનાં આગેવાન, તમામ જ્ઞાાતિનાં આગેવાનો એકત્રીત થઇ મહુવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આવા ગુંડા તત્વોને કાબુમાં રાખવા અને કાયદો વ્યવસ્થા જાળવવા મહુવા શહેરમાં આજ પોલીસ અધિકારી હોવા જોઇએ અને બાદ ધારાસભ્યને પણ રજુઆત કરી આવી બાહેધરી મેળવાઇ હતી. મહુવા પાલિકાનાં સભાખંડમાં ચુંટણી અનુસંધાને શાંતી સમિતિની એક બેઠક યોજાઇ હતી. તેમાં પણ આગેવાનોએ પી.આઇ.ને જણાવ્યું હતું કે, આવા અસામાજીક તત્વોને તમો બરોબરનો પાઠ ભણાવો મહુવા શહેર, તમામ સમાજ, રાજકીય આગેવાનો તમારી સાથે છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FD7YtN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages